Team VTV11:03 AM, 16 Aug 19
| Updated: 11:03 AM, 16 Aug 19
મોંઘવારી સતત વધી રહી છે ત્યારે રસોઈમાં થોડું પણ ખાવાનું વધે તો ફેંકવાનું પોસાય તેમ નથી. મોટાભાગે રોટલી કે ભાખરી ખાસ વધી જાય છે. આ સમયે તમે તેને ફેંકશો નહીં. તમે તેની ખમણી બનાવી શકો છો
વધેલી રોટલીને ફેંકો નહીં, તેમાંથી તમે સવારમાં મસ્ત હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવી શકો છો. રોટલીના ખાખરા કે ચેવડો તો તમે બનાવી જ લો છો. આ સિવાય રોટલીને તળી પણ લો છો. તો હવે ટ્રાય કરો આ ટેસ્ટી ખમણી. સરળ સ્ટેપ્સમાં ફટાફટ બની જશે અને નાસ્તાની મજા પણ વધારશે.
10 નંગ વધેલી રોટલી લો. તેના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરીને ભૂકો બનાવી લો. પેનમા તેલ મૂકો અને સાથે હીંગ નાંખી રોટલીના ભુકાને પેનમાં નાંખો. હવે ચણાના લોટમાં લાલ મરચુ, હળદર, ખાંડ, ગરમ મસાલો, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, દહી, શિંગદાણાનો ભુકો બધું નાંખી ઘોળ તૈયાર કરો. તેમા પાણી ઉમેરી આ ખીરું પેનમાં નાંખી સતત હલાવી લો. પેન તેલ છોડવા લાગે અને ખીરું ઘટ્ટ થાય કે ગ્રીસ કરેલા મોલ્ડમાં પાથરી લો. તે પર લાલ મરચું છાંટો.
હવે તેલ મુકી રાઇ, લીમડો, તલ, લીલા મરચાના કટકાને હીંગનો વઘાર રેડવો. કોથમીરને લીલા નાળીયેરનું ખમણ છાંટવું. સોફ્ટ ટેસ્ટી ખમણી તૈયાર છે ઠરે કે પીસીસ પાડી પીરસવા. અથવા તો તમે તેને બાઉલમાં લઈને એમ જ પણ ખાઈ શકો છો. તમને જો ગમે તો સેવ, કાંદા, દાડમ, ગળી ચટણી, લસણ ચટણી વગેરે ઘરમાં હોય તે છાંટો. ચા કે ચટણી સાથે ખાઇ શકાય છે.