લગ્નમાં કરેલા ખર્ચની વિગત આપવાનું કેન્દ્ર સરકાર કરે ફરજિયાત: સુપ્રીમ

By : krupamehta 03:35 PM, 12 July 2018 | Updated : 03:35 PM, 12 July 2018
જો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સલાહ માની લીધી તો જલ્દીથી તમારે લગ્નમાં થયેલ કુલ ખર્ચા પાણીનો હિસાબ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે એ પરિવારો માટે લગ્નમાં થયેલા ખર્ચનો ખુલાસો કરવો ફરજીયાત કરવા પર વિચાર કરે. 

કોર્ટના પ્રમાણે, વર અને વધૂ બંને પક્ષોને લગ્નથી જોડાયેલા ખર્ચાને સંબંધિત મેરેજ ઓફિસરને લિખિત રૂપથી જણાવવું ફરજીયાત કરી દેવું જોઇએ. સરકારે આ માટે નિયમ કાયદાની તપાસ કરીને સંશોધન પર પણ વિચાર કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પગલાથી દહેજની લેણદેણ પર પણ લગામ લાગશે. સાથે જ દહેજ કાયદા હેઠળ થનારી ખોટી ફરિયાદો પણ ત્યારે ઓછી થશે. 

કોર્ટે એવું પણ કહ્યું કે લગ્ન માટે નક્કી કરેલા ખર્ચમાંથી એખ ભાગ પત્નીના બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકાય છે કારણ કે ભવિષ્યમાં જરૂર પડે તો એનો ઉપયોગ કરવામાં આવી શકે. કોર્ટે કહ્યું કે એને ફરજિયાત કરવા પર પણ સરકાર વિચાર કરી શકે છે. 

કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબચે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે સરકાર પોતાની લો ઓફિસર દ્વારા આ મામલા પર પોતાના મંતવ્યથી કોર્ટને માહિતગાર કરાવે. 

જણાવી દઇએ કે કોર્ટ લગ્નથી જોડાયેલા એક વિવાદ પર સુનવણી કરી રહ્યું હતું જ્યારે એને કેન્દ્ર સરકારને આ સલાહ આપી. આ મામલામાં પીડિત પત્નીને પતિ અને એના પરિવાર પર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા છે. Recent Story

Popular Story