શિયાળામાં જુદા-જુદા વસાણા ખાવાનું ચલણ હોય છે. એમાં પણ ગુજરાતીઓ આ સીઝનમાં અવનવા પાક બનાવીને ખાતાં હોય છે. જેમાં તલમાંથી બનેલી ચિક્કી, કચરિયું આ સીઝનમાં લોકો ખૂબ જ ખાતાં હોય છે. શિયાળાની સીઝનમાં જો તલની ચિક્કી બનાવીને ખાઈ લેવામાં આવે તો શરીરને અઢળક સ્વાસ્થ્ય ફાયદાઓ મળી રહે છે. તલ ખાવાથી હેલ્થની સાથે સ્કિન અને વાળને પણ ફાયદા થાય છે, તેમાં રહેલાં પોષક તત્વો અને ઓઈલ કન્ટેન્ટ કબજિયાતથી બચાવે છે, દાંતને હેલ્ધી રાખે છે, નખ સારાં કરે છે, શરીરને એનર્જી આપે છે, બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે, હાડકાંઓને મજબૂત બનાવે છે, સ્ટ્રેસ અને ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છ.
શરીરમાં કેલ્શિયમની કમીને દૂર કરે છે તલ
એનર્જીનો બેસ્ટ સોર્સ છે આ રેસિપી
ડાઈજેશન ઈમ્પ્રૂવ કરવાાં કરે છે મદદ
સામગ્રી
100 ગ્રામ ઘી
500 ગ્રામ સફેદ તલ
500 ગ્રામ દેશી અથવા સામાન્ય ગોળ
50 ગ્રામ ગુંદર
રીત
સૌથી પહેલાં એક કડાઈ ગરમ કરી તેમાં તલ નાખીને શેકી લો. તલ સહેજ ગરમ થાય એટલા જ શેકવા. પછી તલને એક ડિશમાં કાઢી લો. હવે એ જ કડાઈમાં ઘી લઈને તેને ગરમ કરો. ગેસ ધીમો રાખવો, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નાખીને ધીમા તાપે તળી લો. ગુંદર તળાઈ જાય એટલે તેને થાળીમાં કાઢીને સહેજ ક્રશ કરી લો. હવે એ જ કડાઈમાં બાકી બચેલાં ઘીમાં ગોળ ઉમેરી દો. હવે ધીમા તાપે સતત હલાવતા ગોળ ઓગાળો. ગોળ ઓગળે અને એક-બે બબલ્સ બનવા લાગે એટલે તેમાં ગુદર અને તલ ઉમેરી ગેસ બંદ કરી દો. હવે આને બરાબર મિક્સ કરી દો. પછી એક થાળીને ઘીથી ગ્રિસ કરીને તેમાં આ મિશ્રણ પાથરી દો અને તેના ચોરસ કાપા પાડી દો. તમે લાડુ પણ બનાવી શકો છો. બસ તૈયાર છે ગુંદર તલની વિન્ટર સ્પેશિયલ ચિક્કી.