શિયાળઆની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ કોરોના પણ માથું ઉંચકી રહ્યો છે ત્યારે તમે સ્વસ્થ રહેવા માટે ગરમ ગણાતા આદુનો ઉપયોગ કરી શકો છો. જો તમે તેનો રસ પીવાનું ટાળતા હોવ તો તમમે આ ખાસ મીઠાઈ બનાવી શકો છો. આદુ અને રવાની મદદથી સરળતાથી બનતી આ મિઠાઈ શિયાળામાં તમને રક્ષણ આપવાની સાથે અન્ય અનેક ફાયદા પણ આપે છે તો જાણો કઈ રીતે બનાવશો આદુ પાક.
સામગ્રી
૨૫૦ ગ્રામ રેસા વગરનું આદુ
૪૦૦ ગ્રામ ખાંડ
૨૫૦ ગ્રામ રવો
૨૫૦ ગ્રામ - ઘી
આદુ પાક બનાવવાની રીત
સૌ પહેલાં તો આદુને ધોઈ લો. તેને છોલીને તેને છીણીની મદદથી છીણી લો. હવે એક પેન કે એલ્યુમિનિયમની કઢાઈ લો અને તેમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં આદુને મિક્સ કરીને ગુલાબી થાય ત્યાં સુધી શેકો. આ સાથે અન્ય ગેસ પર એક પેનમાં રવો મૂકો અને તેને ગુલાબી થાય ત્યાં સુધી સતત હલાવીને શેકો. હવે બંને ચીજો ગુલાબી શેકાઈ જાય એટલે તેને મિક્સ કરીને બરોબર હલાવો. આ પછી ખાંડની એકતારી ચાસણી તૈયાર કરો અને તેને આદુ અને રવાના મિશ્રણમાં મિક્સ કરી લો. આ મિશ્રણને થાળીમાં ઘીનો હાથ ફેરવીને તેમામં પાથરી લો. તેના મનપસંદ આકારમાં ટુકડા કરો. રોજ એક ટુકડો ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થશે.
આદુ ખાવાથી થાય છે આ ફાયદા
આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી મુશ્કેલીઓથી રાહત મળે છે. તેમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ હોય છે જેનાથી શરીર સારું રહે છે. સાંધાનો દુઃખાવો, પિત્ત, એસિડિટી, ઉબકા આવવા વગેરે અનેક તકલીફમાં આદુનો રસ ઉપયોગી બને છે.