બ્રેકિંગ ન્યુઝ
VTV / make Fajeto Indian Traditional Recipe For Weekend
Bhushita
Last Updated: 10:41 AM, 8 May 2021
ADVERTISEMENT
ફજેતો
સામગ્રી
ADVERTISEMENT
દહીં અને કેરીના પલ્પના મિશ્રણ માટે
- પા કપ કેરીનો પલ્પ
- એક કપ દહીં
- એક ચમચો બેસન
- એક ચમચો આદુ મરચાની પેસ્ટ
- પા ચમચી હળદર
- એક ચમચો ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- બે કપ પાણી
વઘાર માટે
- એક ઈંચ તજનો ટુકડો
- બે-ત્રણ લવિંગ
- પા ચમચી સૂંઠ
- એક ચમચો તેલ
- પોણી ચમચી રાઈ
- પા ચમચી જીરું
- બે-ત્રણ લાલ સુકા મરચા
- પા ચમચી હિંગ
- છ-આઠ મીઠા લીમડાના પાન
રીત
દહીં અને કેરીના મિશ્રણ માટેની બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને મિક્સ કરી લો. તજ, લવિંગ, સુંઠને મિક્સ કરીને ખાંડી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો. તે તતડે એટલે તેમાં આખા લાલ મરચા, હિંગ, મીઠા લીમડાના પાન અને ખાંડેલા મસાલાને ઉમેરો અને થોડી વાર સાંતળો. પછી તેમાં દહીં-કેરીનું મિશ્રણ ઉમેરીને બાર મિનિટ માટે પકાવો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. તૈયાર છે ફજેતો. તેને ગરમાગરમ રોટલી કે ભાત સાથે સર્વ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.