Team VTV09:35 AM, 31 Aug 19
| Updated: 10:19 AM, 31 Aug 19
ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમે પણ એ મુશ્કેલીમાં હશો કે આ 10 દિવસ દરમિયાન ગણેશજીને રોજ શું પ્રસાદ ધરાવવો. અને સાથે જ તે શુદ્ધ હોય તે પણ જરૂરી છે. તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે જ ગણેશજીને માટે ટેસ્ટી અને શુદ્ધ મોદક ચપટીમાં બનાવી શકો છો.
આજે અમે આપને માટે લાવ્યા છીએ કોકોનટ મોદકની રેસિપી. જેમાં તમારે ગેસનો પણ ઉપયોગ કરવાનો નથી. ફક્ત 2 ચીજની મદદથી તમે આ મોદકનો પ્રસાગ ઘરે જ 5 મિનિટમાં બનાવી શકો છો. આ પ્રસાદથી ગણેશજી ખુશ થશે. કારણકે મોદક એ ગણેશજીનો ફેવરિટ પ્રસાદ છે. તો જાણી લો આ માટેની સામગ્રી.
એક બાઉલમાં નારિયેળનો બૂરો, કેસરવાળું દૂધ અને મિલ્કમેડ મિક્સ કરો અને તેનો એક સોફ્ટ લોટ જેવું બનાવો. હવે તમે મોદક મોલ્ડ લો અને તેને ઘીથી થોડું ગ્રીસ કરી લો અને તેમાં બનાવેલો તૈયાર સોફ્ટ નારિયેળનું મિશ્રણ ભરો. ધીમેથી મોલ્ડને અનમોલ્ડ કરો. તૈયાર છે તમારા મોદક. તેની પર તમે કેસરના તાંતણા લગાવીને ગાર્નિશ કરી શકો છો. તો ધરાવો ગણેશજીને આ મોદકનો પ્રસાદ.