બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:15 PM, 13 January 2025
મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ પર્વ છે, જે દર વર્ષે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણ શરૂ થાય છે. આ તહેવાર નવા પાકના આગમનનનું પ્રતિક કરે છે અને ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. આ દિવસે ખેડૂતો સૂર્ય ભગવાનનો આભાર માને છે, જેમણે તેમને સારો પાક આપ્યો. આ તહેવાર પર સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન તમામ જીવોને જીવન આપે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે ગરીબોને દાન કરવું પુણ્યનું કામ માનવામાં આવે છે. આ દિવસે તલના લાડુ-ચીકી અને તલની અન્ય વાનગીઓ ખાવી પણ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
હિન્દુ કેલેન્ડર અનુસાર, મહા મહિનાની પ્રતિપદા તિથિ 14 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 3:56 વાગ્યે શરૂ થશે અને 15 જાન્યુઆરી, બુધવારે સવારે 3:21 વાગ્યે સમાપ્ત થશે. 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ ધન રાશિમાંથી નીકળીને સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછી જ શાહી સ્નાન માટેનો શુભ સમય શરૂ થશે. મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 05.27 થી 06.21 સુધી રહેશે. મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ સવારે 9.03 થી સાંજના 05.46 સુધી અને મહાપુણ્યકાળ સવારે 9.03 થી 10.48 સુધી રહેશે. આ બે શુભ સમયમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
ADVERTISEMENT
મકરસંક્રાંતિના દિવસે આ રીતે કરો પૂજા
મકરસંક્રાંતિના દિવસે શું કરવું?
આ પણ વાંચો: આ રાશિના જાતકો રૂપિયા ગણતા થાકશે, મકર સંક્રાંતિ પર 12 વર્ષ બાદ સૂર્ય-ગુરુનો શુભ સંયોગ
મકરસંક્રાંતિનું મહત્ત્વ
મકરસંક્રાંતિ એ નવા પાકને આવકારવાનો તહેવાર છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસને શુભ સમય માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગરીબોને દાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.