makar sankranti 2021 dhan yog will be made in these 2 zodiac signs
Makar Sankranti 2021 /
ઉત્તરાયણના દિવસે આ 2 રાશિઓના જાતકોને મળશે ધનયોગનો લાભ, જાણો શું રહેશે ખાસ
Team VTV08:38 AM, 09 Jan 21
| Updated: 09:15 AM, 09 Jan 21
ગ્રહોનો રાજા સૂર્ય 2021માં પહેલી વાર મકર રાશિમાં પરિવર્તન કરી રહ્યો છે. આ ઘટના સવારે 8 વાગે થશે. આ પરિવર્તનની શુભ અસર ખાસ કરીને સિંહ અને ઘન રાશિના જાતકોને થશે. તેઓેને મોટો ધનલાભ થવાની શક્યતા છે. તો જાણો તમારું રાશિફળ.
ઉત્તરાયણમાં સૂર્યનું મકર રાશિમાં થશે પરિવર્તન
2 રાશિના જાતકોને આ દિવસે ધનલાભની શક્યતા
અન્ય રાશિઓને મળશે શુભાશુભ અસરો
જ્યોતિષીઓના અનુસાર આ ઉત્તરાયણ ખાસ રહેશે અને અનેક રાશિઓના જાતકોને તેનું શુભાશુભ ફળ પણ મળશે. જાણો સિંહ અને ધન રાશિના જાતકોને તેનો લાભ કઈ રીતે મળશે તે પણ.
સિંહ રાશિ
સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને ગોચરના આ સમયે તે તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. સૂર્યના ગોચરનો આ સમય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સાબિત થશે. તમારી રાશિમાં ધનયોગ પણ બનશે. ખાસ કરીને સરકારી કે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તે વિદ્યાર્થીઓને ઉત્તમ ફળ મળી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે અથવા નોકરી બદલવા ઈચ્છે છે તેમને પણ શુભ ફળ મળી શકે છે. આ સમય તેમના માટે ઉત્તમ તક લાવી શકે છે. હાલમાં નોકરીમાં મહેનત કરી રહેવા લોકોને પોતાની મેહનતની સાથે વખાણ અને પદોન્નતિ પણ મળી શકે છે. તમે પોતાને આ સમયે વધારે ફિટ રાખવાના પ્રયાસ પણ કરી શકો છો.
ધન રાશિ
આ ગોચરના સમયે સૂર્ય તમારા દ્વિતીય ભાવમાં વિરાજમાન રહેશે. આ પરિવર્તનથી તમને શુભ પરિણામોની પ્રાપ્તિ થઈ શકે છે. કેમકે તમારી રાશિમાં ધન નિર્માણના યોગ બની રહ્યા છે. તમારા આર્થિક જીવનમાં પણ સારો લાભ થવાના યોગ છે. આ સમયે સૂર્ય, કર્મફળ દાતા શનિની સાથે યુતિ કરશે. આ સમયે તમારા ખર્ચમાં પણ વધારો થાય તે શક્ય છે. નાના સમયની યોજનામાં રોકાણ કરવાનું તમારા માટે લાભદાયી બની રહે છે. તમારી આવકમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે અને તેમાં વધારો પણ થઈ શકે છે.