બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢ મનપા પરિણામમાં મોટો ઉલટફેર: ધારાસભ્ય વિમલ ચુડાસમા હાર્યા, બીજી તરફ ગિરીશ કોટેચાના પુત્રનો પણ પરાજય
Last Updated: 04:53 PM, 18 February 2025
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી બે વોર્ડ (3 અને 14) બિનહરીફ જાહેર થયા છે, તો બીજી તરફ રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. જેમાં ક્યાંક ચોંકવનારા રિઝલ્ટ સામે આવી રહ્યાં છે. ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે તો બીજી તરફ જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે.
ADVERTISEMENT
પાર્થ કોટેચાની હાર
ADVERTISEMENT
જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે. વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી છે.
વિમલ ચુડાસમાની હાર
તો બીજી તરફ ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડતા હતા. વોર્ડ નંબર 3માં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની પેનલની હાર થઈ છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડ નપાની ચૂંટણીમાં હાર્યા#vimalchudasma #Chorwad #gujaratlocalbodyelectionsResult #electionsResult #gujaratElection2025 #gujaratlocalbodyelectionsResult2025 #gujaratlocalelectionResult #gujaratlocalbodypolls #localbodyelectionsResult… pic.twitter.com/h4Wpvdm3cb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 18, 2025
આ પણ વાંચો: મત ગણતરી શરૂ થતા જ નગરપાલિકાઓમાં કમળના ઢોલ ઢમક્યા, કયા-કયા વોર્ડમાં જીતી ભાજપની પેનલ
જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.