major reshuffle in gujarat police administration 3 cities to get new police commissioner
સાહેબ વાત મળી છે /
આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે
Team VTV01:30 PM, 08 Jul 20
| Updated: 04:22 PM, 06 Oct 20
ગુજરાતમાં આગામી સપ્તાહે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ IPS અધિકારીઓની ટ્રાન્સફરની શક્યતા છે. પોલીસ તંત્રમાં નવા ચીફ તેમ જ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરમાં નવા પોલીસ કમિશ્નર મળવાની સંભાવના છે.
DGP શિવાનંદ ઝાનો એકસ્ટેન્ડ કરાયેલા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે
DG કક્ષાના પ્રમોશનમાં ત્રણ નામ મોખરે
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે
જો કે પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) સાથે મીટિંગ કરી હતી અને 1986 અને 1987 બૅચના IPS અધિકારીઓને એડિશનલ DG કક્ષાથી DG કક્ષાએ પ્રમોશન આપવાનું મનાય છે.
DG કક્ષાની કેટલીક જગ્યાઓ પહેલેથી જ ખાલી છે. શિવાનંદ ઝાના એકસ્ટેન્ડ કરાયેલા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે DG એ.કે સુરોલિયા અને ATS ચીફ પણ ચાલુ વર્ષના મે મહિનામાં નિવૃત્ત થયા છે.સૂત્રો અનુસાર ટ્રાન્સફર ઓર્ડર SP રૅન્ક અધિકારીઓને DIG અને એડિશનલ DG કક્ષાથી DG ના પ્રમોશનની સાથે જ ઈશ્યૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
IPS કેશવ કુમાર
DG કક્ષાના પ્રમોશનમાં યાદીમાં આ અધિકારીઓના નામ
DG કક્ષાએ પ્રમોટ કરવાની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં 1986 બૅચના કેશવ કુમાર, વિનોદ મલ છે અને સંજય શ્રીવાસ્તવ જે 1987 બૅચના ગુજરાત કૅડરના IPS અધિકારી છે જે હાલમાં CID (ક્રાઈમ)માં ઍડિશનલ DIG તરીકે ફરજ બજાવે છે. 1987 બૅચના K. K ઓઝાને પણ DG કક્ષાએ પ્રમોટ કરાશે તેવી માહિતી મળી રહી છે.
IPS વિનોદ મલ
સતીષ વર્માને પ્રમોશન મળવાની શક્યતા નહીવત્
અન્ય એક 1986 બૅચના IPS અધિકારી અને હાલમાં કેન્દ્રમાં પોસ્ટિંગ છે તેવા સતીષ વર્માને પ્રમોશન મળવાની સંભાવના દેખાઈ નથી રહી. જેનું મુખ્ય કારણ એક જૂના કેસમાં તેમના પર ચાર્જશીટ છે અને તેમની સામે બહુચર્ચિત ફેક ઈશરત જહાં ઍન્કાઉન્ટર અને અન્ય કેસમાં તેમને તપાસ પણ કરી હતી અને આ ઉપરાંત તેઓ સરકારની ગુડ બુકમાં પણ નથી.
IPS સતીશ વર્મા
અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આ નામ મોખરે
જો અંદરના ટોચના સૂત્રોનું માનીએ તો સંજય શ્રીવાસ્તવને DG કક્ષાએ પ્રમોટ કરાય છે તો અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે તેમનું નામ સૌથી મોખરે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે DG કક્ષાના અધિકારીને મોટા શહેરના પોલીસ કમિશનર તરીકે મૂકતા હોય છે. આવામાં સૂત્રો માની રહ્યાં છે કે શ્રીવાસ્તવ સર્વસમંતિથી આગામી પોલીસ વડા બની શકે છે.
IPS સંજય શ્રીવાસ્તવ
આ ઉપરાંત અમદાવાદ ગ્રામીણ SP રાજેન્દ્ર અસારી, DCP ઝોન 1 પી.એમ મલ અને SP કક્ષાના અન્ય અધિકારીઓને DIG કક્ષાએ પ્રમોશન અપાશે તેવી માહિતી મળી રહી છે.