વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિશ સેશન દરમિયાન કેટલાર સ્ટેપ ચાલ્યા બાદ અચાનક આવેલી માંશપેશીઓના ખેચાણના કારણે રોહિત જમીન પર સૂઇ ગયો અને દુખાવાના કારણે માથુ પકડી લીધું.
વરલ્ડ કપ ટીમની જાહેરાતના એક સપ્તાહ પહેલા ટીમ ઇન્ડિયાની સમસ્યા વધે એવા સમાચાર મળ્યા છે. ટીમ ઇન્ડિયાનો ઉપ કેપ્ટન અને સ્ટાર સલામી બેટ્સમેન રોહિત શર્માને મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન પગમાં ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત થવાના કારણે રોહિત જમણા પહને પકડીને બહાર જતો દેખાયો. સમય રહેતા રોહિત ફીટ થયો નહીં તો એની ઇજાથી ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.
વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિશ દરમિયાન થોડુંક ચાલ્યા બાદ અચાનક આવેલી માંસપેશીઓમાં ખેંચાણના કારણે રોહિત જમીન પર સૂતો અને દુખાવાના કારણે માથું પકડી લીધું.
રાહતની વાત એ છે કે પ્રારંભિક સારવાર મળ્યા બાદ એને પોતાના પગે ચાલીને ડ્રેસિંગ રૂમ સુધી જતા જોવા મલ્યો. જણાવી દઇએ કે આઇપીએલની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની હરિફાઇ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે હશે. જો કે હાલ રોહિત શર્માની ઇજાની ગંભીરતા પર સત્તાવાર અપડેટ આવવાની બાકી છે. એ પછી સ્પષ્ટતા થઇ જશે કે એ પંજાબની વિરુદ્ધ રમી શકશે કે નહીં.
આઇપીએલની હાલની સિઝનમા રોહિત સહિત ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સ ના બે ખેલાડીઓ ઇજાગ્રત થઇ ગયા છે. રોહિત પહેલા આઇપીલ દરમિયાન જ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પણ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ વર્લ્ડ કપમાં એને રમવાને લઇને પ્રશ્નો ઊઠવા લાગ્યા હતા.