બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / major fire in kolkata leather factory

દુર્ઘટના / કોલકત્તાની ચામડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, ધૂમાડાના ગોટે-ગોટા ઉડ્યા, જુઓ VIDEO

Kavan

Last Updated: 10:25 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકત્તાના તંગરા વિસ્તારમાં શનિવારે ચામડાની એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા અફરાતફરી મચી હતી.

  • કોલકત્તાના તંગરા વિસ્તારમાં ભયાનક આગ
  • ચામડાની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી
  • કોઈ જાનહાની નહીં

જો કે, તાત્કાલિક અસરથી નજીકના ફાયર સ્ટેશને જાણ કરવામાં આવતા 5 ફાયર બ્રિગેડ વાહન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીને છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. 

ચામડાની ફેક્ટરીમાં આગ

ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભીડભાડવાળા વિસ્તારમાં ત્રણ મહેર અલી લેન પર ચામડાની ઘણી ફેક્ટરીઓ છે. જેમાં ચામડાની ફેક્ટરી તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારતમાં સાંજે 6.30 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારા અગ્નિશામકો તેને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. આગનો વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે કે આગ કેટલી વિકરાળ હતી.

આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ 

અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને મોટી હોનારત ન થાય તે માટે જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. તો કેટલાક સ્થાનિકોએ ફાયર વિભાગની ગાડીઓ મોડી આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 

આસપાસના લોકો માથેથી મોટી આફત ટળી 

પોલીસે આસપાસ રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ભારે ભીડ હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ