દૂર્ઘટના / દિલ્હીના તુગલકાબાદમાં 1500 ઝૂપડીઓ સળગીને ખાખ, હજારો લોકો થયાં બેઘર

Major fire breaks out at slum in delhi tughlakabad

દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગત મોડી રાતે ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગતાં 1500 જેટલી ઝુંપડીઓ સળગીને ખાખ થઇ ગઇ છે જેને લઇને હજારો લોકો બેઘર બની ગયા છે. જો કે આ દૂર્ઘટનામાં હજુ સુધી કોઇ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યાં અનુસાર, આગ લાગવાની સુચના મોડી રાતે 12 વાગ્યાની આસપાસ મળી હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની 28 ગાડીઓ આગ લાગવાની ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં 2 એકડ વિસ્તારમાં ફેલાયેલી જોવા મળી હતી. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ