Major disaster averted in Gujarat, conspiracy to overturn train near Navsari exposed
પર્દાફાશ /
ગુજરાતમાં મોટી હોનારત ટળી, નવસારી નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો થયો પર્દાફાશ
Team VTV08:37 AM, 07 Aug 21
| Updated: 09:33 AM, 07 Aug 21
ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે સ્ટેશન માસ્તરને જાણ કરી, જે બાદ મેમુ ટ્રેન પસાર થઈ તે પહેલા ટ્રેનને અટકાવી દેવામાં આવી
નવસારીમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરુ
રેલવે ટ્રેક પર લોખંડની એંગલ મુકી
ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરની સુઝબુઝથી દુર્ઘટના ટળી
નવસારીમાં એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે, નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું જેને લઈ રેલ્વે પ્રસાશન હરકતમાં આવ્યું છે અને રેલ્વે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી રેલવે ટ્રેક પર એંગલ મુકીને ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું જો કે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
રેલવે ટ્રેક પર લોખંડની એંગલ મુકી
ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરની સુઝબુઝ અને સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે, ટ્રેન બાજુના ટ્રેક પરથી પસાર થઈ ગઈ હતી ત્યારે ગુટ્સ ટ્રેનના ડ્રાઈવરની નજર ટ્રેનના ટ્રેક ઉપર પડતા એંગલ દેખાઈ આવી હતી. જે બાદ ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી જે બાદ મેમુ ટ્રેન પસાર થઈ તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવી હતી.
ટ્રેનના ડ્રાઇવરની સુઝબુઝથી દુર્ઘટના ટળી
ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે નીચે ઉતરીને એંગલને સાઈડ ટ્રેક પર ખસેડી લીધા બાદ જ મેમુ ટ્રેન પસાર થાય તે માટે સ્ટેશન માસ્તરને ફરી જાણ કરવાનું કહ્યું હતું. મહત્વું છે કે ટ્રેનના ડ્રાઈવરની આ કાળજીને લીધે મોટી જાનહાનિ ટળી છે. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત, હાલ તો સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.