બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Major decision of ST department on the issue of examination of non-secretariat clerk

નિર્ણય / આવતીકાલે 10 લાખ 45 હજાર ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, ST વિભાગનો મોટો નિર્ણય

ParthB

Last Updated: 09:32 AM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતી કાલે રાજ્યભરના 32 જિલ્લામાં  3243 કેન્દ્રો પર બિન સચિવાલયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે ST વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે

  • આવતીકાલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
  • 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
  • પરીક્ષાને ધ્યાને રાખી ST વિભાગે કર્યો નિર્ણય 
  • ઉમેદવારો માટે 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે

આવતીકાલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા

રાજ્યભરમાં આવતી કાલે  બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, આવતી કાલે યોજાનારી બિન સચિવાલયની પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.જેને લઈને સરકારે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી સજજ કરી દેવાયા છે. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની સાથે નિરીક્ષકો પણ મોબાઈલ નહી રાખી શકે. 

ઉમેદવારો માટે 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે

બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના આયોજનના ભાગરૂપે એસ.ટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિદ્યા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું  આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગૃપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે. આ સાથે રાણીપ બસ પોર્ટ,ગીતા મંદિર કૃષ્ણનગર રૂટ પર એકસ્ટ્રા બસો મુકાશે. 

પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતિબંધ

ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રમાં ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

binsachivalay exam extra bus gujarat st department એસટી વિભાગ ગુજરાત બિન સચિવાલય પરીક્ષા state transport department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ