બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Major damage to mango crop in Talala due to hurricane

તબાહી / તૌકતે વાવાઝોડાના કારણે તાલાલાના એક-એક ગામ દીઠ કેરીના પાકમાં 2થી 3 કરોડની નુકસાની ભીતિ

Shyam

Last Updated: 12:08 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલાલાના એક-એક ગામ દીઠ 2થી 3 કરોડની નુકસાની હોવાની ચર્ચા તો રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં પપૈયાંના પાકમાંથી આશરે 10 હજાર જેટલા છોડનું મોટું નુકસાન

  • તૌકતે વાવાઝોડાએ મચાવી તબાહી
  • પપૈયાના પાકને ભારે નુકસાન 
  • 15 મહિનાની મજૂરી પાણીમાં !

રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં તૌકતે વાવાાઝોડાએ ભારે તબાહી સર્જી છે. વાવાઝોડાના કારણે પપૈયાના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકમાંથી આશરે 10 હજાર જેટલા છોડનું નુકસાનમાં ગયા છે. ખેડૂતોને આશરે 7થી 8 લાખનું આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં પડી ગયેલા પોપૈયા ટુટીફુટી બનાવવા લાયક પણ ન રહેતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ છે. તો ખેતરમાં પડેલા પપૈયાના પાકને ખસેડવા માટે પણ ખેડૂતોને ખર્ચ કરવો પોસાય તેમ ન હોવાથી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાના તાંડવથી તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. તાલાલાના એક-એક ગામ દીઠ 2થી 3 કરોડની નુકસાની હોવાની ચર્ચા છે. તાલાલા-સાસણ ગીર વિસ્તારમાં આંબાના મોટી સંખ્યામાં બગીચા આવેલા છે. 30 વર્ષ જૂનાં આંબાઓ પણ જમીનદોસ્ત થયા છે. નુકસાનીનો સરવે કરી તાત્કાલિક સહાય આપવા ખેડૂતોની માંગ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gir Mango papaya talala tauktae cyclone પપૈયા રાજકોટ tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ