બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Major changes in Gujarat BJP before 2022 elections, this leader was made the general secretary instead of Bhikhu Dalsania

રાજકારણ / ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટા ફેરફાર, ભીખુ દલસાણીયાની જગ્યાએ આ નેતાને બનાવાયા સંગઠન મહામંત્રી

Kiran

Last Updated: 07:41 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી

  • 2022 ચૂંટણી પહેલા ભાજપની કવાયત 
  • ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
  • ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. 


 

ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે. 

ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા  ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.

2022 ચૂંટણી પહેલા ભાજપની કવાયત 
મહત્વનું છે કે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે તેને ધ્યાનમાં રાખીને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે મહત્વનં છે કે દલસાણિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને સંઘનું પીઠબળ હોવાનાને કારણે તેમને પક્ષમાં મહત્વની જવાબદારી મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP gujarat politics ગુજરાત ભાજપ રાજકારણ સંગઠન જવાબદારી Gujarat BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ