બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major change in Saurashtra University exam system after paper leak incident

નિર્ણય / પેપર લીકની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા સિસ્ટમમાં મોટો ફેરફાર, હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ

Priyakant

Last Updated: 10:05 AM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેને કારણે હવે પેપર લીક નહીં થાય તેવો દાવો

  • બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ મોટો ફેરફાર 
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે નહીં થાય પેપર લીક
  • વોટરમાર્ક સાથે પેપરનું થશે વિતરણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે, તાજેતરમાં પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવ્યા બાદ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. જે બાદમાં હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે. 

જાણો શું હતી પેપર લીકની સમગ્ર ઘટના ? 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Paper Leak Saurashtra university પરીક્ષા વ્યવસ્થા પેપર લીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી Saurashtra university
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ