બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટી20 વર્લ્ડ કપ વચ્ચે રેન્કિંગમાં મોટો ઉલટફેર,39 વર્ષનો આ ખેલાડી બન્યો નંબર વન ઓલરાઉન્ડર

Rankings / ટી20 વર્લ્ડ કપ વચ્ચે રેન્કિંગમાં મોટો ઉલટફેર,39 વર્ષનો આ ખેલાડી બન્યો નંબર વન ઓલરાઉન્ડર

Last Updated: 08:57 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC એ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે T20 રેન્કિંગ બહાર પાડી છે. બેટ્સમેનોની રેન્કિંગમાં બહુ ફેરફાર થયો નથી, પરંતુ ઓલરાઉન્ડરોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.

હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ICC દ્વારા T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જો કે બેટ્સમેનોની રેન્કિંગમાં બહુ ખાસ ફેરફાર થયો નથી, પરંતુ ઓલરાઉન્ડરોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ટીકાઓ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ માટે સારા સમાચાર આવ્યા છે. તેણે બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. ભારતનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદર ટોપ પર યથાવત છે. બાબર આઝમ બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આકરી ટીકાઓ વચ્ચે બાબરના રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર 2 સ્થાન આગળ વધીને 5માં સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ 6 સ્થાન ઉપર ચઢીને ટોપ 10માં સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો.

મોહમ્મદ નબી નંબર-1

અફઘાનિસ્તાનનો અનુભવી ખેલાડી મોહમ્મદ નબી T20I ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. આ 39 વર્ષના ખેલાડીને T20 વર્લ્ડ કપ દરમિયાન મોટો ફાયદો મળ્યો. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનની 84 રનની જીત દરમિયાન 2 વિકેટ લીધા બાદ રેન્કિંગમાં તેની સ્થિતિ વધી છે. નબી 2 સ્થાનની છલાંગ લગાવીને ટોચનો ઓલરાઉન્ડર બની ગયો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઇનિસ 3 સ્થાન ઉપર આવી ગયો છે અને તે નબીથી નીચે છે. નંબર-1 ક્રમાંકિત ઓલરાઉન્ડર શાકિબ અલ હસન રેન્કિંગમાં પાંચમા સ્થાને સરકી ગયો છે.

વધુ વાંચો : India vs Qatar મેચમાં થયો ફાઉલ પ્લે, તૂટી ગયું ભારતનું ફિફા વર્લ્ડ કપ રમવાનું સપનું, જાણો સમગ્ર મામલો

રાશિદ ખાને ત્રીજા સ્થાને પહોંચ્યો

માત્ર નબી જ નહીં પરંતુ અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ પણ બોલિંગની સાથે બેટિંગમાં પણ સુધારો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ લેનાર કેપ્ટન રાશિદ ખાને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ફારૂકી બે મેચમાં પાંચ અને ચાર વિકેટ લઈને છ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ટી20 બોલરોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો સ્પિનર ​​આદિલ રાશિદ ટોચના સ્થાને અને શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા બીજા સ્થાને યથાવત છે.

સંકળાયેલા મુદ્દાઓ

BattingRankings ICCMensT20I Rankings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ