બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, પટના AIIMSમાંથી ચાર ડોક્ટરની ધરપકડ

બિહાર / NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, પટના AIIMSમાંથી ચાર ડોક્ટરની ધરપકડ

Last Updated: 09:20 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIIMS પટનાના ડાયરેક્ટર જીકે પૉલે કહ્યું, “CBI એ AIIMS પટનાના ચાર વિદ્યાર્થીઓને પોતાની સાથે લઈ ગઈ છે.

NEET-UG Paper Leak: CBIએ નીટ પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈની ટીમે ગુરુવારે પેપર લીક કેસ સાથે સંબંધિત 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ચારેય વિદ્યાર્થીઓની બિહારની રાજધાની પટનામાંથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈનું કહેવું છે કે આ ચાર વિદ્યાર્થીઓ પટનાની એઈમ્સમાં અભ્યાસ કરતા એમબીબીએસના વિદ્યાર્થીઓ છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર એમબીબીએસના ત્રણ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ ચંદન સિંહ, રાહુલ અનંત અને કુમાર સાનુ અને બીજા વર્ષના એક વિદ્યાર્થી કરણ જૈનની પૂછપરછ બાદ સીબીઆઈની ટીમે ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને AIIMSના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોની હાજરીમાં તેમના હોસ્ટેલના રૂમમાંથી લઇ જવામાં આવ્યા હતા. તેમને કહ્યુ કે વિદ્યાર્થીઓની તપાસ માટે જરૂર છે. સીબીઆઈ અધિકારીઓનું કહેવું છે કે સીબીઆઈની ટીમે તેમના હોસ્ટેલના રૂમ પણ સીલ કરી દીધા છે.

સીબીઆઈએ પટના એઈમ્સના 4 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી

આ મામલામાં AIIMS પટનાના ડાયરેક્ટર જીકે પોલે કહ્યું, “CBI એઈમ્સ પટનાના ચાર વિદ્યાર્થીઓને પોતાની સાથે લઈ ગઈ છે. જેમાં ચંદન સિંહ, રાહુલ અનંત અને કુમાર સાનુ ત્રીજા વર્ષના વિદ્યાર્થી છે અને કરણ જૈન બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ તેમને વિદ્યાર્થીઓના ફોટા અને મોબાઈલ નંબર મોકલ્યા છે. પોલે કહ્યું કે સીબીઆઈની ટીમે ડીન, હોસ્ટેલ વોર્ડન અને ડાયરેક્ટરના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી)ની હાજરીમાં વિદ્યાર્થીઓને લઇ ગઇ છે.

Website Ad 3 1200_628

સીબીઆઈએ ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કરી હતી

CBI અધિકારીઓએ જણાવ્યું કે આના બે દિવસ પહેલા CBIએ મંગળવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી જમશેદપુરના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી. તેના પર હજારીબાગમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ટ્રંકમાંથી NEET-UG પ્રશ્નપત્રની ચોરી કરવાનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર બોકારોના રહેવાસી કુમારની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સીબીઆઈએ રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે પ્રશ્નપત્ર ચોરવામાં કુમારને કથિત રીતે મદદ કરી હતી. જ્યારે સિંહની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

વધું વાંચોઃ ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે મુશળધાર વરસાદ; IMDની ચેતવણી

NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં CBIએ 6 FIR નોંધી

મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહેલી સીબીઆઈએ 6 કેસ નોંધ્યા છે. જ્યારે બિહારમાં નોંધાયેલ એફઆઈઆર પ્રશ્નપત્ર લીક સાથે સંબંધિત છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા બાકીના કેસો છેતરપિંડી અને ઉમેદવારોના સ્થાને અન્ય કોઈ દ્વારા પરીક્ષા લેવા સંબંધિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET Paper Leak Case AIIMS Patna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ