બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major ATS-GST operation in Gujarat ahead of elections

દરોડા / ચૂંટણી પહેલા ગુજરાતમાં ATS-GSTની મોટી કાર્યવાહી: 140 સ્થળોએ દરોડા પાડી 90થી વધુ લોકોને દબોચ્યા, બોગસ બિલિંગમાં કરોડોની ગેરરીતિની આશંકા

Malay

Last Updated: 08:24 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ATSની ટીમોએ GSTની ટીમોની સાથે મળીને મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યભરના 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ 90થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

  • ચૂંટણી અગાઉ રાજ્યમાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન
  • રાજ્યભરમાં અલગ અલગ 140થી વધુ સ્થળો પર દરોડા 
  • 90થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી 

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ATS અને GSTની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

140થી વધુ સ્થળો પર દરોડા
રાજ્યમાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યભરમાં અલગ અલગ 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.  ATS અને GSTની ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 140થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી 90થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરિતી થઈ હોવાની આશંકા છે. 

રાજકીય ક્ષેત્રે પણ સનસનાટી
આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ દરોડા પડયા હોવાથી રાજકીય ક્ષેત્રે પણ સનસનાટી છે. આ ટીમો દ્વારા રાજકારણીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે કે કેમ તે વિશે પણ ચર્ચા-અટકળોનો દોર શરૂ થયો છે. આપને જણાવી દઈએ કે, સુરતની ઇકો સેલ દ્વારા રાજ્યમાં સૌથી મોટા જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાંથી 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ 200 કરોડના GST કૌભાંડનો મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરએ પત્રકાર પરિષદ યોજી હતી.  જેમાં તેમણે માહિતી આપી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, બોગસ બિલિંગની બાતમીને લઇને સુરત પોલીસ દ્વારા સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટ સહીતના શહેરોમાં 'ઓપરેશન GST' ના નામે  દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ તપાસમાં અત્યાર 1260  બોગસ બિલિંગ થકી 170 કરોડનો ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. વધુમાં DGVCL અને ટોરેન્ટોના બોગસ બિલિંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પણ ઉઘાડું પડ્યું છે.  આલમ શેખ, સુફિયન કાપડિયા, ઉસ્માન બગડા આ પ્રકરણના મુખ્ય સુત્રધાર છે. જેમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

16 લેપટોપ 25 મોબાઇલ કબ્જે કરવામાં આવી
આ આરોપીઓ પાસેથી 16 લેપટોપ 25 મોબાઇલ, બે હાર્ડ ડિસ્ક 24 ATM કાર્ડ રબર સ્ટેમ્પ 69 કબ્જે કરાયા હોવાનું અજય તોમરએ જણાવ્યું હતું. તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે GST નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની ખરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડમી પેઢીઓના નામે GST લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

90થી વધુ લોકોની ધરપકડ ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન Elections GST ahmedabad ats Action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ