બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:17 PM, 24 February 2024
યુપીના કાસગંજમાં એક મોટો એક્સિડન્ટ થયો છે. ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ઊંધું પડતાં 24 લોકોના મોત થયાં હતા. ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર તળાવમાં પલટી ખાઈ ગયું હતું. ત્રણ કલાકની શોધખોળ બાદ તંત્ર દ્વારા બધાની લાશો બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
#UPDATE | CMO Kasganj, Rajiv Agrawal says, "22 deaths reported in Kasganj accident, five people are admitted here and two have been discharged...Around 10 people are injured..." pic.twitter.com/AqHFPPt8r9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2024
ADVERTISEMENT
54 લોકો ગંગા સ્નાન માટે નીકળ્યાં હતા
શનિવારે સવારે નાગલા કાસા 54 લોકો ટ્રેક્ટરમાં બેસીને ગંગા સ્નાન માટે જઈ રહ્યાં હતા. ટ્રેક્ટર રાત્રે લગભગ 9.30 વાગ્યે ગામથી નીકળી ગયું હતું. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં દરિયાગંજ બહાર પહોંચ્યું હતું અને પુલ પર બેકાબૂ બની ગયું હતું. ટ્રેક્ટર સીધું તળાવમાં પડી ગયું. ટ્રોલીમાં સવાર લોકોની ચીસો સાંભળીને લોકો આસપાસના વિસ્તારમાં પહોંચી ગયા હતા. ગામના લોકો મદદમાં લાગી ગયા. ટ્રોલીમાં સવાર લોકોની સંખ્યા વધારે હતી, તળાવની ઊંડાઈને કારણે ગામના લોકો ખાસ મદદ કરી શકતા ન હતા. માત્ર થોડા લોકો જ તેમને પાણીમાંથી બહાર કાઢી શક્યા હતા. અકસ્માતની માહિતી મળતા પોલીસ અને વહીવટી અધિકારીઓ એકઠા થયા હતા. ઘટના સ્થળે પહોંચેલા કાસગંજના ડીએમ, એસપીએ ઘટના સ્થળે પહોંચ્યા બાદ 20 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે.
यूपी के #कासगंज में भयानक हादसा।
— Varta24 | वार्ता 24 (@Varta24Live) February 24, 2024
ट्रैक्टर-ट्रॉली में बैठकर करीब 40 लोग गंगा स्नान करने जा रहे थे, तभी अचानक ट्रैक्टर ट्रॉली तालाब में गिराने से
क़रीब 15 लोगों की मौत की खबर बेहद दुखद है।#varta24live #NareshVashistha #UP #Kasganj_accident pic.twitter.com/9dLxC1L2pA
ટ્રેક્ટરની ટ્રોલીમાં ટોટલ 54 લોકો હતા
આ ઘટનામાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કુલ 54 લોકો હતા જેમાંથી 22થી વધુના મોત થયાં હતા જ્યારે કેટલાક ઘાયલ થયાં છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
આ ઘટના પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. યુપી સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને બે-બે લાખ અને ઘાયલોને 50-50 હજારના વળતરનું એલાન કર્યું છે.
ગંગા સ્નાન માટે જતાં હતા લોકો
આ તમામ લોકો ગંગા સ્નાન માટે જતા હતા પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભેટી ગયો અને મોટી જાનહાની થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.