કાળા રંગનો ના હોવો જોઇએ ઘરનો મેન ગેટ, નહીં તો...

By : krupamehta 01:28 PM, 10 July 2018 | Updated : 01:28 PM, 10 July 2018
કેટલાક ઘરોમાં હંમેશા કોઇને કોઇ વાતનો વિવાદ રહે છે અથવા ઘરમાં મોટાભાગે લોકો બિમાર રહે છે. આ દરેક વાતોનું કારણ વાસ્તુ દોષ પણ હોઇ શકે છે. એક જ્યોતિષ પ્રમાણે કેટલીક સરળ વાતોનું ધ્યાન રાખીને આ વાસ્તુ દોષથી બચી શકાય છે. એવા વાસ્તુ દોષ જેના કારણે ઘરમાં હંમેશા અંશાંતિ બનેલી રહે છે. 

ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો હોવો જોઇએ નહીં. વાસ્તુ અનુસાર એના પરિવારના મુખ્ય માણસને સતત દગો, અપમાન અને સતત નુકસાનનો સામનો કરવો પડી શકે છે. 

ઘરનો મેન ગેટ ઘના અન્ય દરવાજાથી મોટો હોવો જોઇએ. જો મેન ગેટ બીજા દરવાજાથી નાનો હોય તો પૈસાથી જોડાયેલી પરેશાનીઓ થઇ શકે છે. 

સૂર્યોદય સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. એનાથી પોઝિટીવ એનર્જી ઘરમાં પ્રવેશ કરે છે. 

ઘરના દરવાજાની પાછળ કોઇ પણ પ્રકારના હથિયાર અથવા ડંડો રાખવો જોઇએ નહીં, એનાથી પરિવારના સભ્યોની વચ્ચે વિવાદની સ્થિતિ બની શકે છે. 

ઘરના કોઇ પણ બેડરૂમમાં વોશ બેસિન હોવું જોઇએ નહીં, એનાથી લવ લાઇફમાં પરેશાનીઓ આવી શકે છે. જો આવું હોય તો વોશ બેસિનની આગળ પડદો લગાવો. Recent Story

Popular Story