બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahisagar's Kharadi family banned DJ playing at social events

અનોખી પહેલ / હવેથી ગુજરાતના આ જાણીતા સમાજના સામાજિક પ્રસંગમાં નહીં વાગે DJ, કારણ ચોંકાવનારું

Malay

Last Updated: 10:57 AM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરના ખરાડી પરિવારે સામાજિક પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. ડી.જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • ખરાડી પરિવારની સમાજ સુધારણા માટે પહેલ
  • સામાજિક પ્રસંગમાં DJ પર પ્રતિબંધ
  • ઉખરેલી ગામના પરિવારે મુક્યો પ્રતિબંધ

આધુનિક યુગમાં દેખાદેખીના કારણે અનેક પરિવારો સામાજિક પ્રસંગો સાચવવામાં દેવાના તળે ડૂબી જાય છે. ત્યારે મહીસાગરના ખરાડી પરિવાર દ્વારા સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના ઉખરેલી ગામના ખરાડી પરિવારે સામાજિક પ્રસંગમાં ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. 

ડીજે વગાડવા પર પ્રતિબંધ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ખરાડી પરિવારમાં 40 સભ્યોની સામુદાયિક સમાજ સુધારણાની બેઠક યોજાઈ હતી. જેમાં ઉખરેલી ગામના માજી સરપંચ ખરાડી કેશરાભાઇ ગલાભાઈની પૂર્વ મંજૂરીથી ખરાડી સમાજમાં ડીજે વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ હોય, ગણેશ સ્થાપના હોય, પાઘડી હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 

'ડીજે વગાડવું હાનિકારક'
આ બેઠકમાં જણાવાયું હતું કે, DJના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. ડીજે વગાડવું હાનિકારક છે, તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક રીતે મોટા પાયે નુકસાન થાય છે. જેથી સમસ્ત ખરાડી પરિવારે ડી.જે વગાડવા પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરાયું છે. આ નિયમનું પાલન નહીં કરનારના ઘરે કે તેમના પરિવારના પ્રસંગમાં કોઈ હાજરી નહીં આપે. સામૂહિક ચર્ચાને અંતે ડીજે સંપૂર્ણપણે બંધના ઠરાવને તમામ આગેવાનોએ તાળીયોના ગડગડાટે વધાવ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

A unique initiative DJ પર પ્રતિબંધ Kharadi family mahisagar news અનોખી પહેલ A unique initiative
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ