બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જો-જો કારમાં AC ચાલુ કરીને સૂઈ જતા! મહીસાગરમાં રિટાયર્ડ આર્મી જવાનનું મોત, ઘટના જાણશો તો ચોંકી જશો
Last Updated: 10:27 AM, 19 June 2024
મહીસાગર: મહીસાગરમાં ગરમીથી રાહત મેળવવા માટે કારનું એસી ચાલુ કરીને ઉંઘેલા રિટાયર્ડ આર્મી જવાનું મોત નીપજ્યું છે. આ ઘટના મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામની છે. અહીં જવાન ગરમીથી રાહત મેળવા ગાડીનું AC ચાલુ કરી સુઈ ગયા હતા. જવાન ગાડીમાં ઊંઘી રહ્યા હતા, એ સમયે ગાડીનું પેટ્રોલ ખતમ થઈ જતા, ગૂંગળામણને કારણે આર્મી જવાનનું મોત નીપજ્યું છે. ગામના લોકોએ ગાડીના દરવાજા તોડી મૃતદેહ બહાર કાઢ્યો.
ADVERTISEMENT
આજકાલ ગરમી વધી ગઈ છે અને એનાથી રાહત મેળવવા માટે એસી ખૂબ જ જરૂરી બની ગયું છે. પણ ક્યારેક આ એસી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો તમે પણ આવું કંઈક કરતા હોવ કે ગરમીથી રાહત મેળવવા માટે ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘી જતા હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે.
ADVERTISEMENT
કારમાં આ રીતે ઊંઘવું બની શકે છે જીવલેણ
ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘી જવું ખતરનાક સાબિત થઈ શકે છે, તેના ઘણા કારણો હોઈ શકે છે. કારમાં એસી ચલાવવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કારની સર્વિસ નિયમિત રીતે કરાવતા રહેવી જોઈએ. સાથે જ એક્ઝોસ્ટ સિસ્ટમની તપાસ પણ કરાવતાં રહો. કારમાં CO ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો જેથી લીકેજ હોઈ તો એ શોધી શકાય. કારમાં સૂતી વખતે AC નો ઉપયોગ કરતા હોવ તો હવા પસાર થઈ શકે તે માટે બારી થોડી ખુલ્લી રાખો. સાથે જ ગાડીને સુરક્ષિત અને હવાની અવરજવરવાળી જગ્યાએ પાર્ક કરો.
વધુ વાંચો: છેલ્લા 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદે ખેડૂતોને મોજ પડાવી દીધી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં બાળકોએ કારમાં ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યા હોય. આવા કિસ્સાઓમાં માતાપિતાએ સાવચેત રહેવાની જરૂર છે, પણ સાથે જ જો ક્યારેય ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘવાની આદત હોય તો એ પણ બદલી નાખવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.