બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS નેહા કુમારીના વિવાદિત વીડિયોથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કલેક્ટર સામે મોરચો માંડ્યો
Last Updated: 05:45 PM, 30 November 2024
મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીના વિવાદિત વાયરલ વીડિયો મામલે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આગામી 6 ડિસેમ્બરે કલેકટર કચેરીનો ઘેરાવ કરવાની જાહેરાત કરેલી છે.
ADVERTISEMENT
વીડિયોથી રાજકારણ ગરમાયું
ગઈકાલે જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ દલિત આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ તેમની સામે હાય હાયના નારા લાગાવ્યા હતા. વળી એજ તારીખે આદિજાતિ ઉત્કર્ષ કાર્યકમ ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બે દિવસ સુધી યોજાશે. ત્યારે આજે પૂર્વ સાંસદ દાહોદ પ્રભાબેન તાવિયાડ દ્વારા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને સાથે રાખી મીડિયા સમક્ષ આકરા પ્રહાર કર્યા.
ADVERTISEMENT
પ્રભાબેન તાવિયાડના ગંભીર આક્ષેપ
જેમાં પ્રભાબેન તાવિયાડએ જિલ્લા કલેકટર પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે સરકાર કલેક્ટરના સમર્થનમાં આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. તથા અન્ય સમાજના લોકો સાથે ગમે તે થાય તેની સરકારને કશું પડી નથી તેવો મેસેજ સરકાર આપવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: BZ ગ્રુપના કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ, પોન્ઝી સ્કીમમાં શિક્ષકોએ લોકો પાસે કરાવ્યું લાખોનું રોકાણ
પ્રભાબેન તાવિયાડએ શું કહ્યું ?
પ્રભાબેન તાવિયાડએ કહ્યું કે, ''તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજયભાઈ પરમારને બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને અમે આવ્યા છીએ કલેકટર નેહા કુમારી ઘમંડી છે, આખા બોલા અને એવા છે કે, એસસી એસટી ઓબીસી અને મહિલાઓ અને વકીલોનું અપમાન કર્યું છે. જેમણે હજુ માફી માગી નથી. આટલું આંદોલન થાય આટલી રજૂઆતો થાય તો કમ સે કમ તેમને માફી માગવી જોઈતી હતી''.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.