બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો બોલો! વિદ્યાર્થીઓને દીકરીના બદલે મમ્મી ભણાવે, ભાડૂઆતી શિક્ષિકાનો વીડિયો વાયરલ
Last Updated: 08:58 PM, 6 February 2025
Mahisagar Teacher : રાજ્યમાં ફરી એકવાર ભાડૂઆતી શિક્ષક ભણાવતા હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગરમાં ભાડૂઆતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. નોંધનિય છે કે, અગાઉ પણ મહિસાગર જિલ્લામાં ભાડૂઆતી શિક્ષિકા શાળામાં ભણાવતા વીડિયો સામે આવ્યાં હતા. જોકે ફરી આ પ્રકારનો વિડીયો સામે આવતા સવાલ થઈ રહ્યો છે કે, ભાડૂઆતી શિક્ષકો સામે પગલાં ક્યારે લેવાશે ?
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગામે નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાના એક વીડિયો એ હાલ શિક્ષણ આલમમાં ચકચાર મચાવી છે. વિગતો મુજબ આ આશ્રમ શાળામાં રિટાયર્ડ શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે. સ્થાનિક ચર્ચાઑ મુજબ ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર 2 વર્ષથી ભણાવી રહ્યા હોવાનું ખુલ્યું છે. આ તરફ જ્યારે ચંદ્રિકાબેનને આ બાબતે પૂછતા આશ્રમ શાળા છોડી ચાલ્યા ગયા હતા.
ગેરહાજર શિક્ષિકાના પિતા શાળાના ટ્રસ્ટી હોવાથી પદનો દુરુપયોગ થઈ રહ્યો ?
હાલ મળતી માહિતી મુજબ આ શિક્ષિકા રીટાબેનના પિતા આશ્રમ શાળાના ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. નોંધનીય છે કે , શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવી ઘટના બનતા અનેક સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ મહિસાગર જિલ્લામાં ભાડૂઆતી શિક્ષિકા શાળામાં ભણાવતા વીડિયો સામે આવ્યાં હતા. જોકે ફરી આવી શિક્ષિકા ઝપકડાતા અનેક સવાલો ઉભા થયા છે.
વધુ વાંચો : ગુજરાત સરકારનો વિકાસલક્ષી નિર્ણય, મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે 710 કરોડની ફાળવણી
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કાનુનને પડકાર ? / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.