બ્રેકિંગ ન્યુઝ
VTV / ફેશન અને સૌંદર્ય / Mahirakhan shares latest photoshoot videos, fans say come to Hindustan
Hiralal
Last Updated: 06:26 PM, 8 March 2022
ADVERTISEMENT
પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સોશિયલ મીડિયા પર એક લોકપ્રિય ચહેરો છે.તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના જીવન અને જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી ખાસ પળો શેર કરે છે.હવે તેણે પોતાના એક લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.એક ફેને તેને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. એ સમજી શકાય છે કે માહિરની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં કમાલની છે.
ADVERTISEMENT
કોણ છે પાકિસ્તાની અભિનેત્રી માહિરાખાન
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી માહિરા ખાનનો જન્મ 21 ડિસેમ્બર, 1984ના રોજ કરાચીમાં થયો હતો. તેમના પિતા હાફિઝ ખાનનો જન્મ દિલ્હીમાં થયો હતો, જેઓ ભાગલા બાદ પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા હતા. માહિરા ખાન ૧૭ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે યુ.એસ.ના કેલિફોર્નિયા ગયા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અંગ્રેજી સાહિત્યમાં એડમિશન લીધું હતું, પરંતુ એક વર્ષ બાદ અભ્યાસ છોડીને અભિનેત્રી બની હતી.
'હમસફર'માં ભૂમિકા ભજવીને રાતોરાત ચમકી
માહિરા ખાન પાકિસ્તાની નાટક 'હમસફર'માં તેની ભૂમિકા માટે જાણીતી છે. તેણે 2006 માં વીજે તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે આતિફ અસલમની સામે 'બોલ (2011)'થી અભિનયની શરૂઆત કરી હતી. પોતાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2007માં અલી અસ્કરી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર પણ છે. બંનેએ 2015માં છૂટાછેડા લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.