Team VTV03:50 PM, 01 Feb 23
| Updated: 09:00 AM, 02 Feb 23
મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું, તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે તેઓ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
એક ઘાને બે કટકાનો મિજાજ એટલે મહિપતસિંહ બાપુ
84માં જન્મદિવસે જ પોતાની હયાતિમા મરસિયા ગવડાવી લીધા હતા
સામાન્ય ખેડૂત પરિવારમા જન્મેલા બાપુ અપક્ષમાંથી ચૂંટાયા હતા
રીબડા ગામમા મહિપતસિંહ ઢોલ વગાડી કહે મતદાન નહી કરવાનુ તો કોઇ મતદાન ન કરતુ
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામનું બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજાએ અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજાએ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
BREAKING: સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી, માજી MLA તથા ગોંડલના રીબડા ગામના વતની મહિપતસિંહ જાડેજાનું આજે સવારમાં નિધન, ક્ષત્રિય સમાજ સહિત સૌરાષ્ટ્રના દરેક સમાજમાં દુઃખની લાગણી, ધારાસભ્ય કાળ દરમ્યાન તેઓએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા#Saurashtra#MahipatsinhJadejapic.twitter.com/LyZpkn1mK7
ચડ્ડી-બનિયારધારી ગેંગની મર્દાનગી નાબૂદ કરી હતી
ક્ષત્રિયોમાં વર્ચસ્વની લડાઈ માટે રીબડા હંમેશા ચર્ચાતું રહ્યું છે. ગોંડલ અને રીબડા આજુબાજુના પંથકનું અતિચર્ચાસ્પદ નામ એટલે મહિપતસિંહ ભાવુભા જાડેજા. ગરાસદારી ચળવળ અંતર્ગત 1952માં તેમની ધરપકડ થઈ. એક ઘા અનેબેકટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને સંદર્ભે 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા. 1986માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં 17 જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના 16 પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગો જોં જીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી સૌ પોલીસને હંફાવતી ચડ્ડી-બનિયારધારી ગેંગની મર્દાનગી નાબૂદ કરી હતી.
મહિપતસિંહ જાડેજાની ફાલલ તસવીર
રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું
મહિપતસિંહે 83મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે, કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેમને મરસિયા સાંભળવાની ઇચ્છા છે. મરસિયાની આ પરંપરા શુરા-રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્યા હતા. લોકસાહિત્યના 12 જેટલા કવિઓ આ મરસિયા ગાયા હતા. તેમની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું. મહિપતસિંહ જીવતું જગતિયુ કર્યું હતું. મહિપતસિંહ જાડેજા પોતે માનતા હતા કે તેમણે જીવનના તમામ રંગો જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો હતો.
મહિપતસિંહ જાડેજાએ ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી
મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. રીબડા તેમના નિવાસ્થાનેથી 9:30 વાગ્યે અંતિમયાત્રા નીકળી હતી. રીબડા ગામે મહિંપતસિંહ જાડેજા દ્વારા પડ્યો બોલ ઝીલવામા આવતો હતો. મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.