માત્ર 20,000 રૂપિયામાં તમારી થઇ શકે છે Mahindra XUV300, બુકિંગ થયું શરૂ

By : krupamehta 02:25 PM, 04 February 2019 | Updated : 02:25 PM, 04 February 2019
Mahindra પોતાની મોસ્ટ અવેટેડ કાર XUV300ને લોન્ચ કરવા પૂરી રીતે તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ કંપની પોતાની આ એક્સયૂવીને લોન્ચ કરવાની છે. લોન્ચિંગ પહેલા હાલ કંપનીએ એનું ઓનલાઇન બુકિંગ શરૂ કરી દીધું છે. જો તમે પણ આ ગાડીને ખરીદવા ઇચ્છો છો તો માત્ર 20,000 રૂપિયાની મામૂલી કિંમતની સાથે એને બુક કરાવી શકો છો. લોન્ચિંગના તરત બાદ આ કારની ડિલીવરી શરૂ થઇ જશે. 

આ ઉપરાંત લોન્ચિંગ પહેલા આ કાર માટે એવી વાત સામે આવી રહી છે કે દરેક લોકો એને ખરીદવા ઇચ્છશે. વાસ્તવમાં આપણા દેશમાં કાર અથવા બાઇકસ તમામની માઇલેજ સૌથી વધારે પૂછવામાં આવે છે. લોન્ચિંગ પહેલા જ Mahindra XUV300ની માઇલેજનો ખુલાસો થઇ ગયો છે. 

જાણવા મળી રહ્યું છે નવી Mahindra XUV300નું પેટ્રોલ વેરિએન્ટ 17 કિલોમીટર પ્રતિલીટર અને ડીઝલ વેરિએન્ટ 20 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ પૂરી પાડશે. આ માઇલેજ એઆઇઆઇ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. 

નવી Mahindra XUV300ના ડીઝલ વેરિએન્ટમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતા વાળા એન્જીનનો પ્રયોગ કર્યો છે જે કારને 121 બીએચપીનો પાવર અને 320 એનએમનો ટાર્ક પૂરો પાડે છે. 

જ્યારે પેટ્રોલ વેરિએન્ટમાં કંપનીએ ટર્બો પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે જે પોતાના હરિફની સરખમાણીએ સારી માઇલેજ પૂરી પાડે છે. XUV 300નું પેટ્રોલ વેરિએન્ટ 17 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપે છે. Recent Story

Popular Story