નવી સ્પોર્ટ્સ યૂટીલિટી વ્હીકલ(SUV) કાર ખરીદવાનો શોખ ધરાવનારા લોકો માટે એક ખાસ સમાચાર આવ્યા છે. ભારતીય ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ પોતાની XUV પર દેશભરમાં મોટા પાયે છૂટ આપવામાં આવી રહી છે.મહિન્દ્રા કંપની દ્વારા આ કાર પર હજાર દશ હજાર કે 50 હજાર નહીં પરંતુ 10 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ કારનું નામ sangyong-rexton-rx7 છે.
આપને જણાવી દઇએ કે આ કંપની દ્વારા 9 ઓક્ટોબરના રોજ દેશમાં ફ્લેગશિપ મોડલ લોન્ચ કરવામાં આવશે . જેનું નામ XUV 700 રાખવામાં આવેલ છે. પરંતુ તેને sangyong-rexton-rx7ના નવા મોડલ તરીકે ભારતીય બજારમાં લાવવાનું કંપનીના અધિકારીઓ વિચારી રહ્યા છે.
એવામાં નવી કાર લોન્ચ કર્યા પહેલા કંપનીએ રેક્સટન RX7નો બાકી રહેલો સ્ટોક વહેંચવા માટે આ પ્રકારની યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિન્દ્રા આ કાર 25.99 લાખ રૂપિયાની કાર પર આશરે 9.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે ખરીદનારને 16.49માં પડે છે.