mahindra decides to make bolero luxury caravan based on camper
ખુશખબર /
હરવા ફરવાના શોખીનો માટે ખુશખબર! મહિન્દ્રા લાવી રહી છે ચાલતું ફરતું ઘર, સુવિધાઓ જાણીને ચોંકી જશો
Team VTV04:54 PM, 01 May 22
| Updated: 04:59 PM, 01 May 22
મહિન્દ્રાએ બજેટમાં ફીટ બેસતી લક્ઝરી કેમ્પર બનાવવાનો નિર્ણય કર્યો છે. જાણો આ વિષે વિગતવાર
મહિન્દ્રાએ કર્યો બજેટમાં ફીટ બેસતી લક્ઝરી કેમ્પર બનાવવાનો નિર્ણય
ચાલતા ફરતા ઘર જેવી જ હશે આ બલેરો કેરેવાન
આ ચલાવવા માટે ખાસ પ્રકારના લાઈસન્સની જરૂર નહીં પડે
મહિન્દ્રાએ કર્યો બજેટમાં ફીટ બેસતી લક્ઝરી કેમ્પર બનાવવાનો નિર્ણય
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ IIT Madrasમાં બનેલી રિસર્ચ બેસ્ડ કેરેવેનવાળી કંપની કેમ્પરવેન ફેક્ટરી સાથે હાથ મિલાવ્યો છે. આ કોલાબરેશનમાં ભારતીય બજાર માટે બજેટમાં ફીટ બેસતી લક્ઝરી કેમ્પર બનાવવાનો કરાર કરવામાં આવ્યો છે. આ Bolero ડબલ કેબ કેમ્પર ગોલ્ડ પ્લેટફોર્મ પર આધારિત હશે, જેને ખાસકરીને સેલ્ફ ડ્રાઈવ ટૂરિઝમ સેક્ટર માટે તૈયાર કરવામાં આવી રહી છે.
આનાથી Covid-19 મહામારી દરમિયાન પ્રવાસીઓનું ધ્યાન ખેંચી શકાશે. મહિન્દ્રાએ આ જાણકારી પણ આપી છે કે પહેલી વાર કોઈ OEM દ્વારા કેરેવેન સેગમેન્ટ માં આ પ્રકારનું વાહન બનાવવામાં આવી રહ્યું છે.
બોલેરો ગોલ્ડ કેમ્પર પર બન્યા લક્ઝરી કેમ્પર ટ્રક
મહિન્દ્રાએ જાણકારી આપી છે કે બોલેરો ગોલ્ડ કેમ્પર પર બનેલ લક્ઝરી કેમ્પર ટ્રક સાથે ઘણી સુવિધાઓ આપવામાં આવશે,જેમાં સ્માર્ટ વોટર સોલ્યુશન, સુંદરતાથી ડિઝાઈન કરવામાં આવેલ ફિટિંગ અને આરામદાયક ઇન્ટીરિયર આપવામાં આવ્યું છે જે યાત્રીઓને ખૂબ જ પસંદ પડશે. દરેક કેમ્પર ટ્રકમાં ચાર લોકોનાં સુવાની વ્યવસ્થા, ચાર લોકોનાં બેસવાની વ્યવસ્થા, બાયો ટોયલેટ અને શાવર સાથે વોશરૂમ, નાનું ફ્રિઝ અને માઈક્રોવેવ સાથે બધી જ સુવિધાઓવાળું કિચન અને વિકલ્પમાં એર કંડીશનર પણ સામેલ છે.
ખાસ પ્રકારના લાઈસન્સની જરૂર નથી
આ વાહનને ચલાવવા માટે કોઈ ખાસ પ્રકારના લાઈસન્સની જરૂર નહીં પડે અને ટૂર એજન્સીઓ આવા વાહનોને ભાડે આપી શકશે. આવામાં ટુરિસ્ટસને ન માત્ર પ્રાઈવેટ પરિવહનની સુવિધા મળશે, પરંતુ આ સુરક્ષિત પણ હશે. Mahindra Automotiveની માર્કેટિંગનાં વાઈસ પ્રેસિડંટ હરીશ લાલચંદાનીએ કહ્યું કે આ સેગમેન્ટમાં મહિન્દ્રાની એન્ટ્રીથી ટ્રાવેલ પસંદ કરનાર લોકોની બધી જ જરૂરિયાતો પૂરી થાય છે, જેમના માટે રસ્તો જ લક્ષ્ય છે અને યાત્રા દરમિયાન જેઓ ફ્રીડમ ઈચ્છે છે. મહિન્દ્રાની માનીએ તો આ વાહન પ્રવાસીઓને દૂર એવી જગ્યાઓ પર જવાની છૂટ આપે છે, જ્યાં રોકાણની વધારે વ્યવસ્થા હોતી નથી.