બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પિતાને નવડાવતો વીડિયો પોસ્ટ કરતાં અભિનેત્રી ટ્રોલ થઈ, બાદમાં પોસ્ટ પર કર્યો ખુલાસો
Last Updated: 08:14 PM, 20 September 2024
માહી વીજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે, જેમાં તે પોતાની પર્સનલ લાઈફને અપડેટ કરતી હોય છે. એવામાં તાજેતરમાં જ અભિનેત્રીએ એક વિડીયો શેયર કર્યો છે, જેમાં તે પોતાના પિતાને નવડાવી રહી છે. હકીકતમાં તો તેના માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ હતું અને આ કારણે તે તેમનું પૂરે પરું ધ્યાન રાખી રહી છે. પરંતુ આ વિડીયો શેયર કરતા અભિનેત્રીને ખુબ ટ્રોલ કરવામાં આવી અને કોમેન્ટ કર્યા કે શો ઓફ કરી રહી છે. તેના પર અભિનેત્રીએ પોતાનો જવાબ આપ્યો કે આ તેમની જવાબદારી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માહીએ શું કહ્યું
અભિનેત્રીએ કહ્યું, 'જે લોકો આવી કોમેન્ટ કરી રહ્યા છે તેમને જણાવી દઉં કે મારા પિતા ઇચ્છતા હતા કે મુ પોસ્ટ કરું એવા લોકો માટે કે જે પોતાના માતા-પિતાને છોડી દે છે.'
માહીએ વિડીયો સાથે લખ્યું
માહીએ વિડીયોમાં લખ્યું છે કે, 'આ 10 દિવસ મારા જીવનના સૌથી મુશ્કેલ દિવસો રહ્યા. મારા પિતા હંમેશા મારું દરેક કામ કરતા જેથી હું કમ્ફર્ટેબલ રહું. અને આજે જયારે તેમને મારી જરૂર છે ત્યારે હું તેમની માટે બધું જ કરવા તૈયાર છું.'
મને લાગે છે અડધા તો ત્યારે જ સ્વસ્થ થઇ જાય છે કે જયારે તેમના બાળકો તેમની સાથે હોય. એક નર્સ તે ન કરી શકે જે તમે કરી શકો છો. મને ગર્વ છે કે હું તેમની સાથે છું અને મને આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઇ જશે- અભિનેત્રીએ કહ્યું.
વધુ વાંચો: ખોટા લપેડા નહીં! મેકઅપ વગર પણ આ 7 બૉલીવુડ હસીનાઓ લાગે છે ખૂબસૂરત, જુઓ PHOTOS
પ્રોફેશનલ લાઈફ
માહીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે 2018માં લાલ ઈશ્કમાં જોવા મળી હતી. ત્યારબાદ તે 2020માં શો 'મુજસે શાદી કરોગે' માં એક મહેમાન તરીકે જોવા મળી હતી અને અત્યારે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.