mahesh bhatt to kiss her daughter shaheen bhatt after drunk after that director stopped drinking alcohol
ખુલાસો /
'દિકરીને કિસ કરવા જઈ રહ્યા હતા મહેશ ભટ્ટ ત્યારે..' ડાયરેક્ટરે જણાવી દારુના નશા અને લતને કેમ છોડી તેની કહાની
Team VTV11:52 PM, 11 Mar 23
| Updated: 02:02 AM, 12 Mar 23
મહેશ ભટ્ટે આ ઈન્ટરવ્યુમાં તેમની દારૂની લતથી લઈને કઈ રીતે દારૂથી છૂટકારો મેળવ્યો જેવા વિષય પર વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તેમને દારૂની લત હતી. આ કારણે તેમને ઘણી વખત તેમના પત્ની સોની રાઝદાન દ્વારા ઠપકો પણ સાંભળવો પડતો હતો.
મહેશ ભટ્ટ અરબાઝ ખાનના શો The Invicibles માં પહોંચ્યા હતા
ડાયરેક્ટર મહેશ ભટ્ટ દારૂના નશામાં ફૂટપાથ પર સૂતા હતા
દીકરી શાહીનના જન્મ બાદ બદલાવ આવ્યો
હાલમાં બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ અરબાઝ ખાનના શો The Invicibles માં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહેશ ભટ્ટે આ ઈન્ટરવ્યુમાં તેમની દારૂની લતથી લઈને કઈ રીતે દારૂથી છૂટકારો મેળવ્યો જેવા વિષય પર વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તેમને દારૂની લત હતી. આ કારણે તેમને ઘણી વખત તેમના પત્ની સોની રાઝદાન દ્વારા ઠપકો પણ સાંભળવો પડતો હતો.
શાહીનના કારણે દારૂ છોડી દીધો
મહેશ ભટ્ટને દારૂની લત હતી, તો પછી તેમણે દારુ કેવી રીતે છોડી દિધો ? આ અંગે સીધી વાત કરતા તેમણે કહ્યું જ્યારે મારી દીકરી શાહીનનો જન્મ થયો, ત્યારે બદલાવ આવ્યો. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મે શાહીનને મારા હાથમાં લીધી હતી. પરંતુ જ્યારે હું તેને કિસ કરવા લાગ્યો તો મને લાગ્યું, જાણે તેણે મને તેનાથી દૂર હટાવવાની કોશિશ કરી હોય. તેનાથી દારુની વાસ સહન નહોતી થઈ શકતી. તે નાની બાળકી હતી તે સહન પણ ન કરી શકે. પરંતુ હું નશામાં હતો તો એટલે મને લાગી રહ્યું હતું કે તેનાથી દારુની ખરાબ વાસ સહન નથી થઈ રહી. ત્યારે મે દારુ પીવાનું બંધ કરી દિધુ.
રસ્તા પર સૂતા મહેશ ભટ્ટ
આ દરમિયાન મહેશ ભટ્ટે એ ઘટનાને પણ યાદ કરી જ્યારે તેઓ દારૂના નશામાં ફૂટપાથ પર સૂતા હતા અને તેઓ ભાનમાં નહોતા. તેમણે કહ્યું કે એક દિવસ જ્યારે મેં મારી આંખ ખોલી, ત્યારે હું જેવીપીડી સ્કીમના ફૂટપાથ પર સૂતો હતો. મને યાદ છે કે હું જમીન પર સૂતો હતો અને વહેલી સવાર થઈ હતી. મને લાગ્યું કે હું કોઈ પાર્ટીમાં ગયો હતો અને પછી ત્યાં રસ્તા પર પડી ગયો અને ત્યાં સૂઈ ગયો હતો. મને એ પણ યાદ છે કે હું ઘરે ચાલીને ગયો હતો. હું સોની (રાઝદાન) સાથે રહેતો હતો.