mahendra singh dhoni shattered upon sushant singh rajput sudden demise
ખુલાસો /
સુશાંતના મોત બાદ ધોનીની કોઈ પ્રતિક્રિયા નહીં તેવી ચાલતી હતી ચર્ચા, આખરે ધોનીને લઈને આવ્યા સમાચાર
Team VTV05:32 PM, 22 Jun 20
| Updated: 05:33 PM, 22 Jun 20
બોલિવૂડના રાઇઝીંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર ચાહકો દુ: ખી છે. માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો ઇમોશનલ થઇ ગયા છે. આ દરમિયાન ચાહકોએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુશાંતના મોત પર શા માટે મૌન છે. સુશાંતે ધોનીની બાયોપિક 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેમની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ આ વિશે વાત કરી છે.
સુશાંતના મોત પર ધોનીની પ્રતિક્રિયા
તૂટી ગયા છે મહેન્દ્રસિંહ ધોની
નિરજ પાંડેએ કર્યો ખુલાસો
નીરજ પાંડેએ કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને મહેન્દ્રસિંહ ધોની દુ: ખી છે. 14 જૂનના દિવસે સુશાંતે આત્મહત્યા કરી હતી તે જ દિવસે નીરજે ધોનીને ફોન કર્યો હતો. નીરજ ધોનીને સુશાંતના અવસાન વિશે માહિતગાર કર્યા હતા. જેનાથી માત્ર ધોની જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ખૂબ જ દુ:ખી છે. આપને જણાવી દઈએ કે ધોનીની બાયોપિક દરમિયાન સુશાંતે માત્ર ધોની જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો સાથે પણ લાંબો સમય પસાર કર્યો હતો.
સુશાંત પોતાને ભાગ્યશાળી માનતો હતો
નીરજ પાંડેએ એમ પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત તે સમયે પોતાને ખૂબ ભાગ્યશાળી માનતા હતા કે તેમને મહેન્દ્રસિંહ ધોની જેવા મહાન ખેલાડીની બાયોપિકમાં કામ કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. આ માટે સુશાંતે પણ ખૂબ મહેનત કરી હતી, જેના ખુદ ધોનીએ ઘણી વખત વખાણ કર્યા હતા. સુશાંતની કારકિર્દીમાં ધોનીની બાયોપિક મુખ્ય ફિલ્મ હતી. ધોનીએ આ ફિલ્મ દરમિયાન તેની સાથે જેટલો સમય પસાર કર્યો તે સુનિશ્ચિત છે કે ધોની પણ સુશાંતને મિસ કરશે.