બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / પરશુરામના અવતારમાં નજરે પડ્યો વિકી કૌશલ, સામે આવ્યો 'મહાઅવતાર'નો ફર્સ્ટ લૂક
Last Updated: 06:50 PM, 13 November 2024
વિકી કૌશલ એક એવો એક્ટર છે કે જે હંમેશા નવા અને ચેલેન્જિંગ રોલ ખૂબ જ શાનદાર રીતે ભજવે છે. સરદાર ઉધમ સિંઘ હોય કે પછી સેમ બહાદુર દરેક પાત્રને તે હૂબહૂ જીવંત કરી જાણે છે. ત્યારે વિકી કૌશલે ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરીને તેની આગામી ફિલ્મ 'મહાવતાર'ની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
સ્ત્રી, સ્ત્રી-2 બાદ આવશે મહાવતાર
વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'મહાવતાર'માં ચિરંજીવી પરશુરામના અવતારમાં જોવા મળશે. આજે આ ફિલ્મના ફર્સ્ટ લુક સાથે તેણે આ માહિતી શેર કરી છે. આ ફિલ્મને સ્ત્રી, સ્ત્રી2, મુંજયા જેવી બ્લોક બસ્ટર ફિલ્મોનું નિર્માણ કરનાર મેડોક ફિલ્મ્સ બેનર હેઠળ દિનેશ વિજન કરશે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ 2026માં રિલીઝ થશે.
ADVERTISEMENT
દિવાળીમાં મચાવેલી તૌબા-તૌબાએ ધૂમ
વિકી કૌશલ તેની દરેક ફિલ્મમાં એક નવા જ લુકમાં જોવા મળતો હોય છે અને તે હંમેશા નવા લુક્સ ટ્રાય કરે છે. થોડા સમય પહેલા જ તેની આવેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'એ ભલે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી નહોતી કરી પરંતુ વિકીના ફ્લૉલેસ ડાન્સ મૂવ્ઝે આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ત્યાં સુધી કે યુ. એસ. એમ્બેસીના દિવાળી ફંક્શનમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટી પણ તૌબા-તૌબા ગીત પર ઝૂમ્યા હતા.
ADVERTISEMENT
Dinesh Vijan brings to life the story of the eternal warrior of dharma!
— Maddockfilms (@MaddockFilms) November 13, 2024
Vicky Kaushal stars as Chiranjeevi Parashurama in #Mahavatar, directed by Amar Kaushik.
Coming to cinemas - Christmas 2026! pic.twitter.com/H1PcAQPGry
ક્રિસમસ 2026માં રિલીઝ થશે મહાવતાર
ADVERTISEMENT
આ ફિલ્મ વિશે મેડોક ફિલ્મસે જણાવ્યું હતું કે, 'દિનેશ વિજને ધર્મ અને એક અમર યોધ્ધાની વાર્તાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.' આ ફિલ્મને સ્ત્રી, સ્ત્રી2 અને ભેડિયાના અમર કૌશિક ડિરેક્ટ કરશે. મહાઅવતારમાં વિકી કૌશલ પરશુરામની ભૂમિકામાં જોવા મળશે અને 2026માં ક્રિસમસ પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા રહેલી છે.
વધુ વાંચો:
ADVERTISEMENT
રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ પર હોરર-કોમેડી ભારે, 12માં દિવસે ભૂલ ભૂલ ભૂલૈયા 3નું બમ્પર કલેક્શન
હાલ વિકી કૌશલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વૉર'ના શૂટિંગમાં વ્યસ્ત છે, નવેમ્બર 2025થી મહાવતાર ફલોર પર આવી જશે. તો આગામી ડિસેમ્બરમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજીના પાત્રમાં ફિલ્મ 'છાવા'માં જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.