બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ક્યારે છે મહાશિવરાત્રિ? આ રીતે દૂર કરો તારીખનું કન્ફ્યુઝન, સાથે શુભ મુહૂર્ત પણ નોટ કરી લો
Last Updated: 07:46 AM, 21 January 2025
દર મહિને ચંદ્રમાસનો 14 મો દિવસ અથવા અમાસના એક દિવસ પહેલાનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. મહાદેવનો સૌથી પ્રિય પર્વ 'મહાશિવરાત્રિ' ફાગણ મહિનામાં મનાવાય છે.
ADVERTISEMENT
વેદ, પુરાણ અને હિન્દુ ધર્મમાં ભગવાન શિવના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે મહાશિવરાત્રિની રાતે ભોલેનાથ શિવલિંગમાં વાસ કરે છે. આ દિવસે કરવામાં આવતી શિવ આરાધના તમામ સંકટોનો નાશ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષે 2025 માં ક્યારે આવશે મહાશિવરાત્રિ, પૂજા મુહૂર્ત વગેરે.
ADVERTISEMENT
મહાશિવરાત્રિ 2025
આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે ભોળાનાથના ભક્તો ભગવાન શિવ અને આદિશક્તિની દિવ્ય શક્તિઓ એકસાથે આવે છે. મહાશિવરાત્રિથી જોડાયેલી અમુક પૌરાણિક માન્યતાઓ પણ છે.
મહાશિવરાત્રિ મુહૂર્ત
મહાશિવરાત્રિ 2025 ચાર પ્રહરના મુહૂર્ત
મહાશિવરાત્રિની રાતનું મહત્ત્વ
આ રાત્રે, ગ્રહનો ઉત્તર ગોળાર્ધની સ્થિતિ એવી થાય છે કે જે મનુષ્યની અંદરની ઊર્જા કુદરતી રીતે ઉપર તરફ જાય છે. આ એવો દિવસ છે જ્યારે કુદરત માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.
વધુ વાંચો: જ્યાં વર્ષોથી ભાવિકો ધરાવે છે જલેબીનો પ્રસાદ, જાણો કઇ રીતે હનુમાનજીનું નામ પડ્યું જલેબી દાદા
મહાશિવરાત્રિ ઉજવવાના મુખ્ય 2 ઉદેશ્ય
ગૃહસ્થ જીવન અને સાંસારિક મહત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો માટે મહા શિવરાત્રિની ઉજવણીનો હેતુ અલગ છે. પારિવારિક બાબતોમાં વ્યસ્ત લોકો મહાશિવરાત્રિને શિવના લગ્નના તહેવાર તરીકે ઉજવે છે. સાંસારિક મહત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો મહાશિવરાત્રિને શિવના શત્રુઓ પર વિજયના દિવસ તરીકે ઉજવે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.