mahashivratri 2023 keep these things in mind while worshiping bholenath every wish fulfilled
હર હર મહાદેવ /
આવી રહી છે મહાશિવરાત્રી: દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, મનોકામના પૂરી થતી હોવાની માન્યતા
Team VTV12:37 PM, 04 Feb 23
| Updated: 09:51 AM, 15 Feb 23
મહાદેવની કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિનુ પર્વ સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે જો નિયમો મુજબ પૂજા કરવામાં આવે તો ભોલે ભંડારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વખતે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ આવી રહી છે.
મહાદેવની કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિનુ પર્વ અત્યંત શુભ
આ વખતે 18 ફેબ્રુઆરીએ આવી રહી છે મહાશિવરાત્રિ
પૂજા કરતી સમયે અમુક વાતોનુ ધ્યાન રાખવુ અત્યંત જરૂરી
ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા
ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવામાં આ દિવસે મહાદેવની પૂજા કરવાથી તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કે, આ દિવસે પૂજા કરતી સમયે અમુક વાતોનુ ધ્યાન રાખવુ અત્યંત જરૂરી છે.
મહાશિવરાત્રિએ શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ભોગને ગ્રહણ ના કરાય
મહાશિવરાત્રિએ શિવલિંગ પર દૂધ, દહી, મધથી અભિષેક કરવો અત્યંત શુભ મનાય છે. તો શિવલિંગની પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. શિવલિંગ પર તાંબાના લોટાથી જળ અર્પણ કરો. જો કે, તાંબાના લોટાથી દૂધનો અભિષેક કરવો દોષ માનવામાં આવ્યો છે. મહાશિવરાત્રિએ શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ભોગને ગ્રહણ ના કરવો જોઈએ. જ્યારે બાકી અલગ રાખવામાં આવેલા ભોગને ગ્રહણ કરવાની સાથે બીજાને પણ વહેંચી શકાય છે.
ભગવાન શિવની પૂજા કરતી સમયે પોતાનુ મોંઢૂ પૂર્વ દિશા તરફ રાખો
મહાશિવરાત્રીએ ભગવાન શિવની પૂજા કરતી સમયે પોતાનુ મોંઢૂ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. આ સાથે સિવડાવવામાં આવેલા વસ્ત્રોને પહેરીને પૂજા ના કરવી જોઈએ. શિવલિંગ પર અર્પણ કરવામાં આવતા બિલીપત્ર અને શમીપત્રના વજ્ર ભાગને અલગ કરી દેવો જોઈએ. પાંખડીવાળા મોટા ભાગને વજ્ર કહેવામાં આવે છે. મહાશિવરાત્રિએ પૂજા દરમ્યાન તુલસીનો ઉપયોગ ના કરવો જોઈએ. શંખથી શિવલિંગનો જળાભિષેક ના કરો. જેનાથી દોષ લાગે છે.