બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Mahareli will meet farmers' general assembly in Palanpur, more than 800 sons of the earth support the water movement

જળ આંદોલન / પાલનપુરમાં ખેડૂતોની મહાસભા, 800થી વધુ ધરતીપુત્રોનું જળઆંદોલનને સમર્થન, આ માંગ સાથે કરશે મહારેલી

ParthB

Last Updated: 10:19 AM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં ડેમ અને તળાવ ભરવાની માંગ ઉગ્ર બની છે. જે માટે પાલનપુરના વગદા ગામમાં 800 ખથી વધુ ખેડૂતો ભેગા મળીને જળ આંદોલન માટે સંકલ્પ લીધો હતો

  • બનાસકાંઠામાં જળ આંદોલનના એંધાણ
  • મુક્તેશ્વર ડેમ, કરમાવાદ તળાવ ભરવાની માંગ
  • ખેડૂતોએ મહાસભામાં આંદોલનને આપ્યું સમર્થન

બનાસકાંઠામાં ડેમ, તળાવ ભરવાની માંગ બની ઉગ્ર

બનાસાકાંઠાના મુકેતેશ્વર ડેમ, અને કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે ગતરોજ પાલનપુરના વગદા ગામે 800થી વધુ ધરતી પુત્રોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો બનાસકાંઠાના ડેમ અને  તળાવ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રાત્રિ બેઠકમાં ખેડૂતોએ આ મામાલે જળઆંદોલનને સમર્થન આપવા માટે સંકલ્પ લીધો હતો. 

800થી વધુ ખેડૂતોનું જળ આંદોલનને સમર્થન.

જે બાદ રાત્રિસભા માં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી 26મેના રોજ આદર્શ સ્કૂલથી કલેકટર કચેરી સુધી જળઆંદોલનના ભાગરૂપે મહારેલીનું યોજાશે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠામાં  એક મહિનામાં 10 હજારથી વધુ ખેડૂતો સંકલ્પ લઈ ચુક્યા છે. મહત્વનું છે કે, જ્યાં સુધી ખેડૂતોની માંગ પુરી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા ખેડૂતો મક્કમ નિર્ધાર કર્યો છે. 

 મહેસાણામાં પણ 30 ગામોમાં સિચાઈના પાણીની પળોઝણ

આ બાજુ મહેસાણા જિલ્લાના ખેરાલું અને સતલાસણ તાલુકાના 30 ગામના લોકોને પીવાનું અને સિચાઈના પાણીની પળોઝણ છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામના લોકોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરોઈ યોજનાની નજીક આવેલા આ બંને તાલુકાઓમાં લોકો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની એકપણ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવ્યું હોવાની રાવ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે ચૂંટણી પહેલા બંને તાલુકાના 30 ગામના લોકો લડી લેવાના મુડમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Mahareli palanpur water movement ખેડૂતો પાલનપુર બનાસકાંઠા મહારેલી water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ