બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ મહારાષ્ટ્રની મોટી જવાબદારી, સંભાળશે આ પદભાર
Last Updated: 04:19 PM, 2 December 2024
Vijay rupani: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જવાબદારી આપી છે. ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ભાજપે આજે (2 ડિસેમ્બર) મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ સાથે અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ મોટી જવાબદારી આપી છે.
ADVERTISEMENT
BJP appoints former Gujarat CM Vijay Rupani and Union Minister Nirmala Sitharaman as the party's Central Observers for Maharashtra. pic.twitter.com/kx2PipxE7n
— ANI (@ANI) December 2, 2024
વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા
ADVERTISEMENT
ભાજપે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. વિજય રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હવે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. મહારાષ્ટ્રના સીએમની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે.
વધુ વાંચો : ભોજન યોજનાને લઇ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો
મહાયુતિને પ્રચંડ જીત મળી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી. વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની NCP (SP) 10 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.