બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાંથી ઝડપ્યું 800 કરોડનું ડ્રગ્સ, બે આરોપી સંકજામાં, આવી રીતે પાર પડાયું ઓપરેશન
Last Updated: 05:41 PM, 7 August 2024
સુરત બાદ મહારાષ્ટ્રના ભિવંડીમાંથી 800 કરોડની કિંમતના લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન મળી આવ્યા છે. ATSએ બે આરોપીની કરી ધરપકડ કરી છે. 20 દિવસ અગાઉ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં માદક પદાર્થ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર કિલો મેફેડ્રોન અને 31.4 કિલો લિક્વિડ મેફેડ્રોન જેની અંદાજીત કિંમત 51.4 કરોડને કબજે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
એક ફ્લેટમાં ડ્રગ્સ બનાવવાનું કામ ચાલતું હતુ
ADVERTISEMENT
આ કેસમાં કુલ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા જેમની પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓ મહંમદ યુનુસ,એજાજ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. એટીએસના અધિકારીઓને બાતમી મળતા ટેકનિકલ રિસોર્સ દ્વારા ખરાઈ કરી 5 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના થાણેમાં ભિવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ, ત્યાં રેડ કરતા માદક પદાર્થ મેફેડ્રોન બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલ્યું હતું.
આ પણ વાંચો: 'બાઈકની પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત', અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ
બંને આરોપી ભાઈ
જેમાં 10.96 કિલોગ્રામ સેમી-લિક્વિડ મેફેડ્રોન તથા બેરલોમાં ભરેલુ 782.263 કિ.ગ્રા લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ.800 કરોડની થાય છે. આ મુદ્દામાલની સાથે બે આરોપી 1.મોહમ્મદ યુનુસ ઉં.41 અને 2. મોહમ્મદ આદિલ ઉં.34ને દબોચી લેવાયા હતા. જે બંને મુંબઈના ડોંગરીના રહેવાસી છે. ઝડપાયેલ બંને આરોપી ભાઈ છે અને તેમનો અન્ય એક ભાઈ એજાઝ પણ આ ગુનામાં સામેલ છે. જેની શોધખોળ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.