બ્રેકિંગ ન્યુઝ
VTV / 'Maharashtra will face lockdown if...': Minister's warning amid Omicron rise
Last Updated: 06:36 PM, 26 December 2021
ADVERTISEMENT
મહારાષ્ટ્રના અહમદનગરની એક સ્કૂલમાં 52 બાળકો કોરોના સંક્રમિત આવતા તંત્ર દ્વારા સ્કૂલને સીલ કરી દેવાયું છે.મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોન કેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
Maharashtra: 19 students of Jawahar Navodaya Vidyalaya in Takli Dhokeshwar, Ahmednagar found positive for COVID-19, says District Magistrate Rajendra Bhosale
— ANI (@ANI) December 24, 2021અહમદનગરના ટાકલી ઢોકેશ્વરમાં જવાહર નવોદય વિશ્વવિદ્યાલયમાં 19 બાળકો કોરોના સંક્રમિત આવ્યાં હતા જે પછી 450 બાળકોનું ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટનો રિપોર્ટ આવ્યાં બાદ હવે બીજા 33 બાળકો કોરોના પોઝિટીવ આવ્યાં છે કુલ 52 બાળકો સંક્રમિત આવ્યાં છે. તંત્ર દ્વારા સ્કૂલ દ્વારા સીલ કરી દેવાયું છે અને તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.
ADVERTISEMENT
ઓમિક્રોનના કેસ વધશે તો લોકડાઉન-મહારાષ્ટ્રના મંત્રીની ચેતવણી
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે તેની વચ્ચે હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ એવી ચેતવણી આપી કે જો મેડિકલ ઓક્સિજનની માગ રોજની 800 મેટ્રિક ટન જેટલી વધશે તો રાજ્યવ્યાપી લોકડાઉન જાહેર કરવામા આવશે. તેમણે કહ્યું કે લોકો કોરોનાના પ્રતિબંધો વેઠે તેવી રાજ્ય સરકારની ઈચ્છા નથી પરંતુ કેસ વધશે તો રાજ્ય સરકારને લોકડાઉનની ફરજ પડશે. મહારાષ્ટ્રમાં હાલમાં ઓમિક્રોનના 108 કેસ છે જે દેશમાં સૌથી વધારે છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 108 કેસ ભારતમાં 451ને પાર
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 108 કેસ છે જે ભારતમાં સૌથી વધારે છે, ભારતમાં ઓમિક્રોનનો આંકડો 451 થયો છે. છેલ્લા એક સપ્તાહના આંકડા દર્શાવે છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર અને પુણે જેવા મોટા શહેરોમાંથી પણ ભયાનક આંકડાઓ સામે આવી રહ્યા છે. ઓમીક્રોનના કેસને લઈને સરકારની હાલત પણ જોવા જેવી થશે એવું લાગી રહ્યું છે જેને પગલે શુક્રવારે ડેટા જાહેર કરતાં સરકારે કહ્યું હતું કે 10 માંથી 9 લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા અને છતાં તેઓને ઓમીક્રોન સંક્રમણ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.