બ્રેકિંગ ન્યુઝ
VTV / Maharashtra Teen Delivers At Home By Watching YouTube, Strangles Newborn
Hiralal
Last Updated: 03:42 PM, 6 March 2023
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક 15 વર્ષીય સગીર છોકરીએ યુટ્યુબ પર વીડિયો જોયા બાદ ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતાં જ સગીરાએ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને નવજાતની લાશને ડબ્બામાં સંતાડી દીધી હતી. બાળકીની માતા જ્યારે ઘરે પહોંચી તો આ વાતનો ખુલાસો થયો અને તે તેને હોસ્પિટલ લઈ ગઈ. તો બીજી તરફ નવજાત શિશુના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સગીરાની હાલત પણ ખરાબ છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે ડિલિવરી પછી વધુ પડતા રક્તસ્રાવને કારણે સગીરની હાલત ગંભીર રહી હતી.
શું બન્યું ઘેર
સોમવારે માતા કામ પર ગઈ ત્યારે રેપનો ભોગ બનેલી આ ગર્ભવતી સગીરાને પ્રસવ પીડા ઉપડી અને તેણે યુટયૂબ જોઈને જાતે જ ડિલિવરી કરી લીધી પરંતુ માતને ખબર પડી જશે તેવી બીકે બાળકને મારી નાખ્યું અને એક ડબ્બામાં રાખી દીધું. માતા જ્યારે ઘેર આવી ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
સોશિયલ મીડિયાના મિત્રે રેપ કરીને ગર્ભવતી બનાવી
પોલીસે જણાવ્યું કે સગીરા સોશિયલ મીડિયા દ્વારા એક યુવકના પરિચયમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. આ યુવકે સગીરાનું યૌન શોષણ કર્યું હતું. બાદમાં તે ગર્ભવતી બની હતી. તેણે તેની માતાથી ગર્ભાવસ્થા છુપાવી રાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સગીર સામે ભારતીય દંડ સંહિતા (આઇપીસી) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.