Maharashtra Reports First Cases Of New Omicron Sub-Variants
મહામારી /
દુનિયામાં મંકિપોક્સના કેર વચ્ચે ભારતમાં વધી ચિંતા, હવે મહારાષ્ટ્રમાં B.A.4 અને B.A.5 વેરિયન્ટ ઘુસ્યો, નોંધાયા 7 કેસ
Team VTV09:55 PM, 28 May 22
| Updated: 09:57 PM, 28 May 22
સૌથી પહેલા તમિલનાડુ અને હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના પેરા વેરિયન્ટ B.A.4 અને B.A.5એ દેખા દીધી છે.
મહારાષ્ટ્રમાં B.A.4 અને B.A.5 વેરિયન્ટની દસ્તક
પુણેમાં સાત કેસ નોંધાયા
B.A.4ના 4 અને B.A.5ના 3 કેસ
દુનિયામાં મંકિપોક્સનો કેર વચ્ચે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ વધવાના શરુ થયા છે. ઓમિક્રોનના નવા વેરિયન્ટ B.A.4 અને B.A.5એ હવે મહારાષ્ટ્રમાં દેખા દીધી છે. પુણેમાં B.A.4ના 4 અને B.A.5ના 3 કેસ નોંધાયા છે. બીજે મેડિકલ કોલેજ પુણેના સહયોગથી લેવામાં આવેલા જેનેટિક સિકન્વસિંગના સર્વેના નવા રિપોર્ટ અનુસાર, B.A.4 વેરિયન્ટથી સંક્રમિત 4 દર્દી અને B.A. 5 વેરિયન્ટથી 3 દર્દી મળ્યાં છે.
Four cases of B.A. 4 variant and three cases of B.A. 5 variant of Omicron detected in Maharashtra: State health dept
પુણેમાં 7 દર્દીઓ થયા
તમામ દર્દીઓ પુણે શહેરના છે અને 4 મેથી 18 મે 2022ની વચ્ચેના છે.
તેમાં 4 પુરુષ અને 3 મહિલાઓ છે
તેમાં 4ની ઉંમર 50 વર્ષથી વધુ, 2ની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે અને એકની ઉંમર 10 વર્ષથી ઓછી છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ
કોરોનાના વધતા જતા કેસોને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાપ્તાહિક કોરોના ચેપનો દર 1.59 ટકા છે અને મુંબઈ અને પુણેમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 52.79 ટકા થઈ ગઈ છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લા જેવા નજીકના વિસ્તારોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ માત્ર એક દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 18 દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
તમિલનાડુમાં પહેલા કેસ નોંધાયો છે આ વેરિયન્ટનો
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના પેટા વેરિયન્ટનો સૌથી પહેલો કેસ તમિલનાડુમાં નોંધાયેલો છે.તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં આ વેરિયન્ટના કેસ નોંધાતા ભારતમાં ચિંતા વધી છે. મહારાષ્ટ્રમાં તો કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.