બ્રેકિંગ ન્યુઝ
VTV / maharashtra raigarh irshalwadi landslide eknath shinde will adopt victim children
Vikram Mehta
Last Updated: 11:02 AM, 23 July 2023
ADVERTISEMENT
રાયગઢ જિલ્લાના ઈરશાલવાડી ગાવમાં ભૂસ્ખલન થતા મૃતકોની સંખ્યા 29 સુધી પહોંચી ગઈ છે અને 81 લોકો લાપતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, આ દુર્ઘટનામાં જે બાળકોએ તેમના માતા પિતાને ગુમાવ્યા છે, તે બાળકોને તેઓ દત્તક લેશે. ઘટનાના ત્રીજા દિવસે પણ ભૂસ્ખલન સ્થળે શોધખોળ દળોએ બચાવ કાર્ય ચાલુ રાખ્યું છે. અધિકારી અનુસાર શનિવારે સવારે ભૂસ્ખલન થતા ત્રણ મહિલાઓ અને એક પુરુષનો મૃતદેહ મળી આપ્યો છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. ભૂસ્ખલન સ્થળ સુધી જવા માટે રસ્તો જ નથી. આ કારણોસર માટીનું ખોદાણ કરતા મશીનોને તે સ્થળે સરળતાથી પહોંચાડી શકાય તેમ નથી.
#WATCH | Maharashtra: Visuals from Irshalwadi village of Khalapur tehsil of Raigad district where rescue operation is underway after a landslide occurred here.
— ANI (@ANI) July 20, 2023
According to the Raigad police, five people have died pic.twitter.com/2UjheTROsi
ADVERTISEMENT
અનાથ બાળકોને દત્તક લેવામાં આવશે
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે, 2 થી 14 વર્ષના અનાથ બાળકોને શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન તરફથી દત્તક લેવામાં આવશે અને દેખભાળ કરવામાં આવશે. એકનાથ શિંદેના ઓએસડી મંગેશ ચિવટેએ જણાવ્યું છે કે, શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન તરફથી શિક્ષા તથા અન્ય બાબતો પર ખર્ચ કરવામાં આવશે. દરેક બાળકોના શિક્ષણ માટે એફડી કરવામાં આવશે.
ઉપસભાપતિએ જાણકારી લીધી
ઉપસભાપતિ નીલમ ગોર્હે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દુર્ગમ પહાડોની વચ્ચે રાહત બચાવ કાર્ય કરવું સરળ નથી. આ સ્થળે પહોંચવા માટે કોઈ રસ્તો નથી. આ સ્થળે બચાવ કાર્યના ઉપકરણ પહોંચી શકતા નથી. તેમ છતાં બચાવ કાર્યના કર્મીઓ લોકોના જીવ બચાવી રહ્યા છે. ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે કે, અનાથ બાળકોને જે પણ જરૂર હોય તેનું લિસ્ટ આપવામાં આવે તમામ વસ્તુઓની પૂર્તિ કરવામાં આવશે.
યવતમાલમાં 45 લોકો ફસાવ્યા, વાયુસેનાનું બચાવ અભિયાન શરૂ
યવતમાલ જિલ્લાના મહાગામ તહસીલમાં ભારે વરસાદ થવાને કારમે 45 લોકો ફસાઈ ગયા છે, રાહત બચાવ કાર્ય લોકોને બચાવી રહ્યા છે. અધિકારીઓએ શનિવારે જાણકારી આપી છે કે, ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર બચાવ અભિયાન માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘નાગપુરથી 150 કિલોમીટર દૂર આ જિલ્લામાં શુક્રવારે સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને લોકો ઘર છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે.’
Maharashtra | Based on the requisition of the District administration, one Mi-17 V5 helicopter is being inducted from Nagpur to evacuate 40 people stranded due to floods in Yuvatmal district: Wg Cdr Ratnakar Singh, Defence PRO Nagpur
— ANI (@ANI) July 22, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.