બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:43 AM, 7 November 2024
Fire Broke Out Maharashtra: મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વર્ધા જિલ્લામાં ભૂગાંવ સ્ટીલ કંપનીમાં લાગેલી આગમાં 16 કર્મચારીઓ દાઝી ગયા હોવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. આગને કાબુમાં લેવામાં આવી છે. આ દરમિયાન વર્ધાના કલેક્ટરે જણાવ્યું હતું કે, 'આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.'
ADVERTISEMENT
અચાનક ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો
મળતી માહિતી મુજબ બુધવારે (10 નવેમ્બર)ની રાત્રે રાબેતા મુજબ 20 જેટલા શ્રમિકો અહીં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. બોઈલરમાંથી આગના ગોળા નીકળતા કામદારો ભયાનક રીતે દાઝી ગયા હતા અને થોડી જ વારમાં કંપની પરિસરમાં આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી.
ADVERTISEMENT
આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો
આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઉપરાંત ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો.
વધુ વાંચો : સુરતના જિમ-સ્પામાં આગ લાગતાં 2 મહિલાના મોત, એક વ્યક્તિની ધરપકડ
શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ ખસેડાયા
આગમાં 13થી 16 શ્રમિકો દાઝી ગયા હોવાની માહિતી મળી છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાનુ કહેવાય છે. ડીવાયએસપી પ્રમોદ મકેશ્વર, સાવંગીના એસએચઓ સંદીપ કાપડે રેસ્ક્યુ ટીમ અને પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.