Maharashtra nagpur atm dispense five times money people run for withdraw money
OMG /
500 ઉપાડો તો 2500 રૂપિયા નિકળે, ATM પર લોકો ઉમટી પડ્યા, પછી થઇ જોવા જેવી
Team VTV06:07 PM, 16 Jun 22
| Updated: 06:08 PM, 16 Jun 22
મહારાષ્ટ્રના એક શહેરમાં એટીએમ માંથી નીકળતા હતા પાંચ ગણા પૈસા લોકોએ લગાવી લાઈન. પોલીસે આવીને બંધ કરાવ્યું એટીએમ જાણો પૂરો મામલો
મહારાષ્ટ્ર એક એટીએમમાંથી નીકળ્યા પાંચ ગણા પૈસા
કોઈ ટેકનીકલ એરોરના કારણે સર્જાય ખામી
લોકોએ પૈસા ઉપાડવા લગાડી લાઈન
પાંચ ગણા પૈસા આપતું એટીએમ
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટેકનિકલ ખામીને કારણે એક એટીએમમાં પાંચ ગણા પૈસા નીકળવા લાગ્યા હતા. જેવી જ આ ખબર પ્રસરી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે લોકો લાંબી કતારોમાં એકઠા થયા હતા. બાદમાં કોઈએ આ અંગે બેન્કને જાણ કરતાં એટીએમ બંધ થઈ ગયું હતું.
આગની જેમ ખબર પ્રસરી
આ મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ખાપરખેડા શહેરનો છે. એક ખાનગી બેંકના એટીએમમાં આ ભૂલ થઈ હતી અને પાંચ ગણા પૈસા ઉપડવાની ખબર ત્યારે પડી જયારે એક વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા આવ્યો હતો. તેને એટીએમમાંથી પાંચ 500ની નોટ મળી હતી. બુધવારની આ ઘટનાની માહિતી આ વિસ્તારમાં પૂરજોશે ફેલાઈ ગઈ, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો તે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવ્યા.
પોલીસે એ.ટી.એમ. કર્યું બંધ
ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ ન કરી ત્યાં સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડતા રહ્યા. સૂચના મળતા જ પોલીસ ત્યાં દોડી આવી હતી.અને એટીએમ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેની જાણ બેંકને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે એટીએમમાંથી પાંચ ગણાં નાણાં ઉપડી રહ્યા હતા.
ટેકનીકલ ગડબડી
હકીકતમાં એટીએમમાં પૈસા મૂકતી વખતે એક નાનકડી બેદરકારીના કારણે આ ઘટના બની હતી. પૈસા મૂકતી વખતે 100 રૂપિયાની ટ્રેમાં 500-500ની નોટ મૂકવામાં આવી હતી. એટીએમ 100 રૂપિયાની નોટના બદલે 500 રૂપિયાની નોટ ડિસ્પેન્સ કરી રહ્યું હતું. આ કારણોસર 500 રૂપિયા ઉપાડવા પર 100-100ની પાંચ નોટના બદલે 500-500ની પાંચ નોટ બહાર આવી રહી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.