Maharashtra Man Dies By Suicide, Wrote "Wife Couldn't Drape Saree" Well
અજીબ કિસ્સો /
પત્ની સારી રીતે સાડી પહેરતી નથી, લાગી આવતા મહારાષ્ટ્રના શખ્સે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું આવું
Team VTV06:54 PM, 17 May 22
| Updated: 06:56 PM, 17 May 22
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના રહેવાશી 24 વર્ષીય યુવાન સમધાન સાબલેએ નાની અમથી વાતમાં પોતના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
મહારાષ્ટ્રના ઔરંગાબાદના 24 વર્ષીય યુવાનનો આપઘાત
પત્ની સારી રીતે સાડી ન પહેરી શકતી હોવાથી ભર્યું પગલું
મૃતકે સુસાઈડ નોટમા લખ્યું, પત્ની સારી રીતે બોલી કે ચાલી શકતી નથી
લગ્નજીવનમાં કંકાસ અને ઝગડા સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિએ આમાંથી પસાર થવું પડતું હોય છે પરંતુ ક્યારેક તો કોઈએ સાવ નકામા કારણે આપઘાત કરીને મોતને વ્હાલું કરી લેતા હોય છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના 24 વર્ષીય યુવાને પણ પત્નીની સાવ નાની અમથી ફરિયાદને કારણે આપઘાત કરી લીધો હતો.
છ મહિના પહેલા છ વર્ષ મોટી છોકરી સાથે થયા હતા લગ્ન
24 વર્ષીય યુવાન સમધાન સાબલેએ હજુ છ મહિના પહેલા જ પોતાનાથી છ વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના છ મહિનામાં સાબલેને પત્નીની નાની ફરિયાદો ધ્યાનમાં આવવા લાગી. પત્ની સારી રીતે સાડી પણ પહેરી શકતી નહોતી કે સારી રીતે બોલી કે ચાલી પણ શકતી નહોતી, આ જોઈને સાબલેએ ખૂબ દુખ થયું અને તેને લાગ્યું કે પત્નીની સારી રીતે સાડી પહેરતા આવડવું જોઈએ, જોકે પત્ની પતિની આ ઈચ્છાને માન આપી શકતી નહોતી અને તે તેને પસંદ આવે તેવી રીતે જ સાડી પહેરતી રહી હતી, આ જોઈને સાબેલેએ ખૂબ લાગી આવ્યું અને એક દિવસે તેણે આપઘાત કરવાનો નિર્ણય પણ કરી લીધો.
સુસાઈડ નોટમાં લખ્યું, પત્ની સારી રીતે સાડી પહેરી શકતી નથી
મંગળવારે જ્યારે ઘેર કોઈ નહોતું ત્યારે સાબલેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સાબલેએ એક સુસાઈટ નોટ પણ મૂકી હતી. પોલીસને મળી આવેલી સુસાઈડ નોટમાં સાબલેએ એવું લખ્યું હતું કે તેની પત્ની સારી રીતે સાડી પહેરી શકતી નહોતી કે સારી રીતે બોલી કે ચાલી પણ શકતી નહોતી, આ વાતનું મને ખૂબ દુખ હતું અને મને તે કઠતી હતી.
શું લખ્યું સુસાઈડ નોટમાં
મૃતક પતિ તેની સુસાઈડ નોટમાં લખતો ગયો છે કે પત્નીને સારી રીતે સાડી પહેરતા આવડતું નથી. તેણે એવું પણ કહ્યું કે પત્ની સારી રીતે બોલી પણ શકતી નથી કે ચાલી પણ શકતી નથી. મને આ વાત ખટકી રહી છે અને તેથી હું મોતને વ્હાલું કરુ છું. મારા મોત બદલ કોઈ દોષી નથી, હું મારી જાતે આવું પગલું ભરી રહ્યો છું.