Maharashtra lockdown likely to be extended by 15 days, decision today
મહામારી /
કોરોનાનો પ્રકોપ ઘટવાની અસર દેખાતા આ રાજ્યે હવે 31 મે સુધી લંબાવ્યું લોકડાઉન
Team VTV09:30 PM, 12 May 21
| Updated: 09:33 PM, 12 May 21
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટવાની અસર દેખાતા ઉદ્ધવ ઠાકરે સરકારે હવે ચાલુ લોકડાઉનને 31 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટ્યાં
ઉદ્ધવ ઠાકરે સરકારે 31 મે સુધી લંબાવ્યું લોકડાઉન
18 થી 44 વર્ષના લોકોનું વેક્સિનનેશન પણ મોકૂફ
બીજા ડોઝની જરુર હોય તેને જ વેક્સિન અપાશે
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે 18 થી 44 વર્ષના લોકોના વેક્સિનનેશનના ત્રીજા તબક્કાને પણ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે એવા લોકોને પહેલા વેક્સિન આપવામાં આવશે કે જેમને બીજા ડોઝની જરુર છે.
લોકડાઉન બાદ મહારાષ્ટ્રમાં ઘટવા લાગ્યાં કોરોનાના કેસો
મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધોના ઘણા સારા પરિણામ મળવા લાગ્યાં છે. હજુ તો 15 દિવસ પહેલા રાજ્યમાં 60 હજારથી ઉપર કેસો આવતા હતા ત્યા હવે ફક્ત 40 હજારની પણ નીચે કેસો આવી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઠાકરે સરકારે લોકડાઉન લંબાવી દીધું છે. ઼
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 46 હજાર કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 46,781 કેસ નોંધાયા છે. તો છેલ્લા ચોવીસ કલાકમાં 816 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,46,129 છે. તથા 46 લાખની આસપાસ દર્દીઓ સાજા થયા છે.
પહેલી વાર 24 કલાકમાં 4200 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં સંક્રમણના 3,48,529 નવા મામલા સામે આવ્યા છે અને 4200 અને લોકોના મોત થયા બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,54,227 થઈ ગઈ છે. 2 મહિનામાં સતત વૃદ્ધિ બાદ એક્ટિવ કેસની સંખ્યા 36, 99, 665 થઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.16 ટકા છે. જ્યારે સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 82.75 ટકા છે.
1,93,76,648 લોકો સંક્રમિત થયા બાદ સાજા થયા
આંકડાના અનુસાર અત્યાર સુધી 1,93,76,648 લોકો સંક્રમિત થયા બાદ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુદર 1.09 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 10 મે સુધી 30,56,00,187 સેમ્પલના ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા હતા. સંક્રમણથી ગત 24 કલાકમાંજે 4198 લોકોના મોત થાય છે તેમાં કર્ણાટકમાં 480, મહારાષ્ટ્રમાં 793, દિલ્હીમાં 347, ઉત્તર પ્રદેશમાં 301, તમિલનાડુમાં 298, પંજાબમાં 214, છત્તીસગઢમાં 199, ઉત્તરાખંડમાં 118, હરિયાણામાં144, રાજસ્થાનમાં 169, પશ્ચિમ બંગાળમાં 132, ઝારખંડમાં 103 અને ગુજરાતમાં 118 લોકોના મોત થયા છે.