મહારાષ્ટ્ર સરકારના આવાસ મંત્રી જિતેન્દ્ર અવ્હાડના 14 ખાનગી સ્ટાફ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. 14 સ્ટાફમાં 5 પોલીસ કોન્સ્ટેબલ છે. જે તેમની સુરક્ષમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બાકીનાા 9 લોકોમાં તેમના ખાનગી સ્ટાફમાં ઘરના નોકર, પાર્ટીના કાર્યકરતાનો સમાવેશ થાય છે. આ લોકોનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ થોડા સમય પહેલા જ આવ્યો છે. મંત્રી જિતેન્દ્ર અવ્હાડે પોતાને ક્વોરેન્ટાઈન કરી દીધા છે.
એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડે સોમવારે એ માહિતી આપી હતી કે તે એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. જે પછીથી પોઝિટિવ નિકળ્યો હતો. આ બાદ તેનણે સેલ્ફ ક્વોરન્ટાઈન કરવાની જાહેરાત કરી છે.
આ દરમિયાન તેમના ખાનગી સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી કેટલાય લોકો તેમના બંગલામાં કામ કરે છે. જિતેન્દ્ર અવ્હાડ ઠાણે જિલ્લેના કાલવા -મુંબ્રા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ વિસ્તારમાં અનેક લોકો પોઝિટિવ આવ્યા છે.
એક ન્યૂઝ એજન્સીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિતેન્દ્ર છેલ્લા કેટલાક દિવસ પહેલા એક પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યા હતા. કોરોનાને લીધે ક્વોરન્ટાઈન થયેલા આ રાજ્યના પહેલા મંત્રી છે. તેમણે પોતાના કાર્યક્ષેત્રના લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ સામે આવ્યા. જેનાથી અહીં સંખ્યા 2334 થઈ ગઈ છે.